મેરાન્યૂઝ નેટવર્ક. સાબરકાંઠા: ગુજરાતમાં એટીએમ મશીનોમાં છેડછાડ કરી રૂપિયા ચોરી લેતી અનેક ગેંગ સક્રીય થઇ છે. જેમાં હરીયાણાની મેવાતી ગેંગની માસ્ટરી છે. રાજ્યમાં અનેક જગ્યાએ એટીએમમાં છેડછાડ કરી એટીએમમાંથી રૂપિયા ચોરી કરતી મેવાતી ગેંગના સભ્યો પોલીસ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરમાં વેગનઆર કાર સાથે એટીએમ મશીનમાંથી રૂપિયા ચોરી કરવા પહોંચેલા મેવાતી ગેંગના સલીમ ઝકરુદ્દીન અબ્દુલ રહેમાન મુસ્લિમને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હિંમતનગર પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમ માંથી ૫૮૬૫૦૦/-ની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ચોરીમાં તેની સાથે અન્ય ત્રણ શખ્સો અને ગાંધીનગર અને આણંદ શહેરમાં પણ એટીએમમાં છેડછાડ કરી લાખ્ખો રૂપિયા ચોરી લીધા હોવાનો ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

સાબરકાંઠા એસપી નીરજ બડગુજરના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર અને વિવિધ એજન્સીઓ જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યા છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હરિયાણા પાસીંગની વેગનઆર કાર શંકાસ્પદ હાલતમાં ફરતી હોવાની બાતમી મળતા હિંમતનગર બી-ડિવિઝન પોલીસે શહેરમાથી હરિયાણા પાસિંગની કાર જોવા મળતા કોર્ડન કરી કાર ચાલક મેવાતી ગેંગના સલીમ ઝકરુદ્દીન અબ્દુલ રહેમાન (રહે,હરિયાણા) ને દબોચી લીધો હતો તેની પાસેથી ૧૫ જેટલા વિવિધ બેન્કના એટીએમ અને સ્ક્રુ ડ્રાઇવર અને સફેદ ચાવીઓ મળી આવતા પોલીસે સલીમ મુસ્લિમની આગવી ઢબે પૂછપરછ કરતા થોડા દિવસો અગાઉ શહેરમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાં છેડછાડ કરી ૫૮૬૫૦૦/- રૂપિયાની ચોરી કરી લીધી હોવાનું અને આણંદ અને ગાંધીનગરમાં પણ એટીએમ માંથી ચોરી કરી હોવાનું પૂછપરછ બહાર આવ્યું હતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસે મેવાતી ગેંગના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગેંગમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 


 

 

 

 

 

મેવાતી ગેંગ વિવિધ બેંકમાં આવેલ DIEBOLD કંપનીના  ATM મશીન ટાર્ગેટ કરતી હતી 

સમગ્ર દેશમાં વિવિધ બેંકના એટીએમ મશીનમાં દાખલ થઇ DIEBOLD કંપનીનું એટીએમ મશીન હોય તો ત્રણ આરોપીઓ ATM મશીન મા દાખલ થઇ એક આરોપી ATM મશીન સાથે છેડ છાડ કરે બીજો આરોપી સીસી ટીવી કેમેરાને કવર કરે તથા ત્રીજો આરોપી ATM મશીન ના દરવાજામા ઉભો રહી રેકી કરી કાર ચાલુ રાખી ચોરી કરી રફુચક્કર થઇ જતા હતા.