મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં માર્ચથી જુલાઈ સુધી કારગિલ યુદ્ધ લડાયું હતું. જે અંતર્ગત ભારતના 527 થી વધુ વીર જવાનોએ શહાદત વહોરી હતી. તેમ જ 1363 જેટલા જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે કારગિલ યુદ્ધમાં ભારતની પ્રચંડ જીત થઇ હતી. આ જીત પાછળ સમગ્ર દેશના વીર જનતાનો પ્રચંડ તાકાતનો પરચો તેમ જ સહાદત જવાબદાર હતા જે અંતર્ગત ગુજરાતના સાબરકાંઠા વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા પણ શહીદ થયા હતા.

સાબરકાંઠાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા બાળપણથી જ શોર્ય અને અદમ્ય સાહસ થકી ભીલડી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે ફર્સ્ટ બિહાર રાજ્ય ની ભરતી બહાર પડતા તેઓ સિલેક્ટ થયા હતા જેમાં બિહાર પટના ખાતે તેમની ટ્રેનિંગ પૂરી થઈ હતી અને બિહાર ટ્રેનિંગ બંધ ત્રણ વર્ષ માટે વિવિધ જગ્યાઓ ઉપર ફરજ માટે મુકાયા હતા. જો કે ૧૯૯૯માં જમ્મુ કાશ્મીરમાં થયેલા કારગિલ યુદ્ધમાં તેમની પોસ્ટિંગ થતાં તેઓ કારગીલ વૉરમાં જોડાયા હતા. જમ્મુ-કાશ્મીરના જુવાન ટોપ ઉપર 30 જુન 1999 રાત્રિના સમયે અચાનક દુશ્મનોનો હુમલો કરતાં વીરતાપૂર્વક રહ્યા હતા ત્યાં જ દુશ્મનને આગળ વધતા અટકાવવા માટે જીવ સટોસટની બાજી ખેલી હતી. અચાનક થયેલા હુમલાને પગલે શૈલેષ નીનામા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement


 

 

 

 

 

ગંભીર ઘાયલ થયેલા હોવા છતાં દુશ્મનોની સામે પડયા હતા. તેઓ શહીદ થયા હતા. જેના પગલે તેમના મૃતદેહ વતન ખાતે લાવવામાં આવ્યો હતો. તેમજ ગુજરાતમાં કારકિર્દીના પ્રથમ શહીદ તરીકે તેમનું મૃતદેહ વતન ખાતે લવાતા જિલ્લા સહિત રાજ્યમાં પણ ગૌરવ સાથે શોકનો માહોલ ફેલાયો હતો. જોકે તેમની શહાદતની 200 સમય વિતવા છતાં તેમના માતા-પિતાની આંખો આજે પણ તસવીર જોતાની સાથે જ ભીની થઈ ઊઠે છે તેમનું માનવું છે કે બાવીસ વર્ષથી વધુ સમય થવા છતાં વ્હાલસોયા પુત્રની યાદ આજે પણ એટલી જ આવે છે. તેમ જ હૃદયના એક ભાગમાં ખાલીપો જોવા મળે છે. જો કે દેશ માટે શહીદ થયેલ ગૌરવ છે, પરંતુ પરિવાર માં પડેલી ખોટ પણ એટલી જ મહત્વની છે. 

આજના દિવસે પોતાના પુત્રના નામની સાથે જ આંખમાંથી આંસુ સરી પડે છે. તેમના પરિવારમાં કોઈ ચાર પુત્ર હોવા છતાં ત્રીજા નંબરના પુત્રનું મોત થતા બીજા બે પુત્રનું અવસાન થયું છે. હાલમાં માત્ર એક જ પુત્ર માતાપિતા પાસે રહી છે જોકે ઘડપણની લાકડી બનવાના ગુણોથી મોટા કરાયેલા દિકરાનું માનપુરની રક્ષા કાજે શહીદ થતા ગૌરવની લાગણી થાય તે સ્વાભાવિક છે પરંતુ પારિવારિક જીવનમાં ઊભી થયેલી ખોટ તેમજ પૂર્ણ આજે પણ યથાવત છે. જોકે માતા પિતાની આંખમાં વ્હાલ સોયા પુત્રની સહાદત ગૌરવની લાગણી આવે તે સ્વાભાવિક છે.

સાબરકાઠાં જીલ્લાના વિજયનગર પંથકમાં હાલના તબક્કે 800થી વધારે જવાનું ભારતની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે, ત્યાં માં ભોમની રક્ષા ખાતે જીવ સટોસટના ખેલ ખેલે છે. સાથોસાથ હજુ પણ આગામી સમયમાં સ્થાનિક વિસ્તારમાં લોકો સેનામાં જોડાવા માટે એટલી જ ઉત્સુકતા દાખવી રહ્યા છે. કારગીલ શહીદ થયેલા શૈલેષ નિનામાનો પરિવારજન પણ આગામી સમયમાં શૈલેષ નીનામાના પગલે ચાલવાની વાતો કરતો નજરે પડે છે.

(અહેવાલ સહાભારઃ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)