મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના રસીકરણ બાબતે નિરાશા જોવા મળતી હતી. જો કે હિંમતનગર તાલુકાના એક ગામના સરપંચે નવો વિચાર અમલીકરણ કરવામાં આવ્યો જે ગામના લોકોએ વેકસીન કરાવ્યું હોય અને બાકી હોય તેમને વેકસીન લે તે અભિગમથી કોરોના રસીકરણ લેનાર ગામ લોકોને ડબલ ફાયદો થાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ધાર કરાયો છે. અહીં એક ગામમાં લોકોમાં 60 ટકા વેક્સીનેશન થઈ ગયું છે અને તેની પાછળની એક સ્કીમ પણ અજીબ છે.

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામમાં ૨૦૦૦ ની વસ્તી ધરાવતા હાથરોલ ગામના ૬૦ ટકાથી વધુ લોકોએ વેક્સીનેશન કરાવી દીધું છે. જો કે તમને નવાઈ લાગશે કે વેક્સીન બાબતે જાગૃતિના પ્રયાસો છતાં હજુ લોકોમાં નિરાશા જોવા મળે છે. ત્યારે હાથરોલ ગામમાં કઈ રીતે ૪૫ થી ઉપરના બધા લોકોએ વેક્સીનેશન કરાવ્યું....? તો એ આઈડીયા સાંભળો તમે સરપંચનાં મુખેથી જ.


 

 

 

 

 

હાથરોલ ગામમાં વેક્સીનેશન કરાવનાર પરિવારોના ૫૦ ટકા ટેક્સ ગ્રામ પંચાયતે માફ કરી દીધા. સામાન્ય રીતે ઘર દીઠ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ટેક્ષ વાર્ષિક આવતો હોય છે. ત્યારે એ ટેક્ષ રસીકરણ કરાવનાર પરિવારોનો માફ કરતા લોકોને કોરોનાથી તો રક્ષણ મળ્યું જ પણ સાથો સાથે આર્થિક રીતે પણ ફાયદો થયો. ગામના બાકીના ૧૮ વર્ષથી ઉપરના યુવાનો પણ રસીકરણ શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તો વેક્સીનેશન કરવાને કારણે અન્ય ગામોની સરખામણીએ હાથરોલમાં કોરોના કેસની સંખ્યા નહીવત છે. ત્યારે ગામના સરપંચનાં એક આઈડીયાએ આજે ગામલોકોને કોરોનાથી બચવા રસીકરણ લેતા પણ કરી દીધા.

(અહેવાલ- દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા તરફથી સહાભાર)
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.