જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): સાબરકાંઠા જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે લકઝુરીયસ કાર માલિકને ઉંચુ ભાડું આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી કાર ભાડા પર મેળવી રાજ્યના અલગ વિસ્તારમાં કાર ગીરો મૂકી કે પછી વેચાણ કરી બારોબારીયું કરતી ગેંગના મુખીયા એવા બહેચરાજીના નવીયાણી ગામના અને અમદાવાદ નિર્ણંયનગર નજીક આનંદ સોસાયટીમાં રહેતા પરેશ દશરત પંચાલને નવલપુર પાટીયા નજીક બાતમીના આધારે કારમાં પસાર થતો દબોચી લઇ ૭૭ લાખના ૧૦ લકઝુરિયસ કાર રીકવર કરી લકઝુરિયસ કાર ભાડે મેળવી ગીરો કે વેચાણ કરી નાખતી ગેંગનો પર્દાફાશ કરી ગેંગમાં સામેલ અમદાવાદના બે ઠગ ટોળકીના સભ્યોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


 

 

 

 

 

સાબરકાંઠા એસઓજી પીઆઇ વાય.જે.રાઠોડ અને તેમની ટીમે એટીએસ ચાર્ટર લગત કામગીરી માટે જીલ્લામાં સઘન પેટ્રોલીંગ હાથધર્યું હતું એસઓજી ટીમને કાર માલિકને ઉંચુ ભાડું આપવાનું કહી કાર ભાડે લઈ ગીરો મૂકી દેતા કે વેચી દેતી ગેંગનો માસ્ટર માઈન્ડ કાર સાથે નવલપુર પાસેથી પસાર થતો હોવાની બાતમી મળતા રોડ પર બેરિકેડ લગાવી વોચ ગોઠવી બાતમી આધારીત કાર આવી પહોંચતા કોર્ડન કરી લીધી હતી અને કાર ચાલક પરેશ દશરત પંચાલને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં પરેશ પંચાલ તેના સાગરીત અંકીત પંચાલ અને જીગ્નેશ ઉર્ફે જીગાલાલ પટેલ સાથે મળી લગ્નમાં કે પછી કંપનીમાં કે ફરવા જવા હોવાનું જણાવી ઉંચુ ભાડું આપવાની લાલચ આપી વાહન ભાડે લઇ અન્ય લોકોને સસ્તા ભાવે ગીરો આપી કે વેચાણ કરી નાખતા હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી ત્રિપૂટી ગેંગે.

ઓડી,ફોર્ચ્યુનર,ઇનોવા,એસ્ક્રોસ,સ્વીફ્ટ,અર્ટિગા કાર મળી ૧૦ કાર કીં.રૂ.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગેંગના બે સાગરીત એવા અંકીત જયંતી પંચાલ (રહે,નુરુકૃપા સો.ચાંદલોડિયા-અમદાવાદ,મૂળ રહે,ભંકોડા-રામપુરા-દેત્રોજ) અને જીગ્નેશ ઉર્ફે જીગાલાલ રમણ પટેલ (રહે,અલકાનંદ ફ્લેટ, ચાંદલોડિયા-અમદાવાદ,મૂળ રહે,લાડોલ-વિજાપુર) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વાંચો કેટલા કાર માલિક ઠગાઈનો ભોગ બન્યા અને કઈ રીતે ઠગાયા

૧) મહેસાણાના દિલીપ પટેલે સ્વીફ્ટ ડીઝાયર (ગાડી નં-GJ 02 CP 1479) જીગ્નેશકુમાર રમણલાલ પટેલબે ત્રણ દિવસ ફેરવવા આપતા પરેશકુમાર પંચાલને ત્રણ લાખ રૂપિયામાં ગીરો આપવા આપી દીધી હતી

૨) રામદેવ કંપનીમાં ભાડે ફેરવવા અંકીત પંચાલે પ્રદિપ ઉર્ફે પ્રકાશકુમાર લાલજીભાઇ રેણુજાની સ્વીફ્ટ (ગાડી નં- GJ 27 Bs 3933 ) લઇ ખેડાના રહું ગામે રહેતા સિધ્ધરાજસિંહ ઉર્ફે શીવાભાઇ કિરીટસિંહ ચાવડાને રૂ.૧.૭૫ લાખમાં ગીરો આપી દીધી હતી.

૩) અમદાવાદ વાડજના ધર્મેન્દ્ર પંચાલની ઇઓન (ગાડી નં- GJ 01 ET 1988) પાસેથી અંકિત પંચાલે ભાડેથી ફેરવવાના બહાને લઇ આવી ખેડા ના રહું ગામે રહેતા સિધ્ધરાજસિંહ ઉર્ફે શીવાભાઇ કિરીટસિંહ ચાવડાને ૯૦ હજારમાં ગીરો પેટે આપી દીધી હતી.

૪) અમદાવાદના અજયકુમાર રામદુલારની ઓડી કાર (ગાડી.નં- GJ 01 KL 1212) લગ્નમાં ભાડે લઇ દહેગામના વાસણા ચૌધરી ગામે રહેતા સ્વપ્નીલ અમૃતભાઈ ચૌધરીને ૩ લાખ રૂપિયામાં ગીરો પેટે પધરાવી દીધી હતી.

૫) અમદાવાદના પ્રદીપ ઉર્ફે પ્રકાશકુમાર લાલજીભાઇ રેણુજાની અર્ટિગા કાર (ગાડી નં- GJ 27 DB 3851) મહેસાણાના ભાસડીયા ગામે રહેતા અમીતકુમાર પોપટજી ઠાકોરને ૨.૧૦ લાખમાં ગીરો પેટે આપી દીધી હતી.

૬) નરોડાના સુરેશભાઇ ચૌધરીની એસક્રોસ કાર (ગાડી.નં- GJ 18 BE 5862) ભાડે લઇ ધોળકાના વીરેન મેમાભાઈ દેસાઈને ૧.૨૦ લાખમાં ગીરો આપી દીધી હતી.

૭) અજયકુમાર રામદુલાર પાન્ડેની સ્વીફ્ટ ડીઝાયર (ગાડી નં- GJ 01 RB 2484)પાસેથી કાર સર્વીસ કરવાના બહાને મેળવી અમદાવાદના  અજીતસિંહ બાપુને ૫૦ હજારમાં વર્ધીમાં ફેરવવા ધરબી દીધી હતી.


 

 

 

 

 

૮) અજયકુમાર રામદુલાર પાંડેની  ફોર્ચ્યુનર (ગાડી નં GJ 01 KH 5786)પાસેથી ફેરવવાના બહાને મેળવી સાબરકાંઠા ઇડર તાલુકાના બડોલી ગામના અનિલકુમાર વિષ્ણુભાઇ પટેલને ૨ લાખ રૂપિયામાં ગીરો આપી હતી.

૯) અમદાવાદ નિર્ણયનગર રહેતા રાહુલ શૈલેષભાઇ પંચાલની મીત્સુબીશી સેન્સર (ગાડી નં-GJ 01 BK 1151) પાસેથી મેળવી દેવાંગ  બંસીલાલ શાહની વસ્ત્રાલના એસપી રીંગ રોડ પર આવેલી દુકાને મૂકી દીધી હતી.

૧૦) મહારાષ્ટ્રના ભિવંડીના યોગેશ મહાનેની ઇનોવા (ગાડી નં- MH04 HF 9777 ) જીગાભાઇ ઉર્ફે જીગ્નેશ લાવ્યો હોવાનું આરોપી પરેશ પંચાલનાએ કબુલ્યું હતું.