મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં 20 વર્ષથી થતી ચંદન ચોરી નો ભેદ ઉકેલી શકાયો નથી તેવા સંજોગોમાં ફરી એક વાર ઇડરના વસાઈ ગામેથી ગત રાત્રે ચંદનના ઝાડની ચોરી થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ અને ફોરેસ્ટ વિભાગ છેલ્લા 20 વર્ષથી ચંદન ચોરોને પકડી શકી નથી ત્યાં સાબરકાંઠા જિલ્લાના વસાઈ ગામે કુદરતી રીતે ખેતરમાં ચંદનના ઝાડ ઉગે છે. તેમજ નેચરલી ઉગેલા ઝાડ હોવાને કારણે તેની કિંમત પણ વધારે હોય છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી સતત ચંદનના ઝાડને રાત્રી દરમિયાન વિરપ્પનો દ્વારા ચોરવામાં આવે છે. જોકે આજ દિન સુધી પોલીસ કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી. ત્યારે વસાઈ ગામે કુદરતી રીતે ઉગેલા ચંદનના વૃક્ષની અત્યાર સુધી 1 કરોડ થી વધુની કિંમતના ઝાડ ચોરો કાપી પલાયન થઈ ગયા છે. 

ગત રાત્રે ફરી એક વાર યોગેશભાઈ દેસાઈના કુવા ઉપરથી 3 લાખ જેટલી કિંમતનું ચંદનનું ઝાડ ચોરી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવે છે.

જોકે સતત વધી રહેલા ચંદન ચોરીના કિસ્સાઓને લઇ પોલીસ વિભાગ સક્રિય થાય અને છેલ્લા 20 વર્ષથી થતી ચોરીનો ભેદ ઉકેલાય તેવી લોક ગ્રામજનો આશા રાખી રહ્યા છે.