મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે હવે નેશનલ હાઇવે નંબર 8 ઉપર એક ઇકો અચાનક પાણીમાં ફસાઇ જતા ચાલક સહિત બે વ્યક્તિઓના બચાવ થયો હતો. જો કે, છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા રસ્તાના આ કાર્યએ લોકોમાં રોષ જન્માવ્યો છે.

સાબરકાંઠાના હિંમતનગરનો બનાવ છે જ્યાં વરસાદના પગલે ઇકોકાર અને એક બાઈક સવાર પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોમાં રોષ તંત્રનું ભેદી મૌન.

સાબરકાંઠા છેલ્લા બે દિવસથી વરસાદના પગલે હવે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પાણી ભરાયા હતાં. જેના પગલે ઇકો ફસાઇ જતા ચાલક સહિત બે વ્યક્તિઓના બચાવ થયો હતો. જો કે, છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી આ મંથર ગતિએ લોકોમાં રોષ જન્માવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે વ્યાપક પ્રમાણમાં પાણી ભરાયા છે.

Advertisement


 

 

 

 

 

સાથોસાથ સિકસ લેન રોડનું કામકાજ શરૂ થવાના પગલે આસપાસના વિસ્તારોમાં પણ મસમોટા ગાબડા પડ્યા છે. જેના પગલે ઇકો ચાલક અચાનક પાણી ભરેલા ખાડામાં ઊતરી જતાં ઇકોનો એક ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે તાત્કાલિક ધોરણે ચાલક સહિત બે વ્યક્તિ બહાર નીકળી ચૂક્યા હતા. હિંમતનગર નજીક ઇકો ગાડી પાણીમાં ગરકાવ, સ્થાનિકોમાં રોષસ્થાનિકોમાં રોષ તંત્રનું ભેદી મૌનત્યારે આગામી સમયમાં ચોક્કસ કામગીરી હાથ નહીં કરાય તો સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક તરફ રોજ અપડાઉન કરનારા લોકો માટે આ રસ્તે પસાર થવું એ તેમની મજબૂરી હોવા છતાં અન્ય કોઈ રસ્તો નથી.

ત્યારે છેલ્લા કેટલાય સમયથી મંથર ગતિએ ચાલી રહેલું સિક્સ લેન રોડનું કામ કાજ હજુ પણ આગામી સમયમાં તો પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોના રોષનો ભોગ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જોઈએ આ મામલે વહીવટીતંત્ર કેટલું જાગૃત બને છે. છેલ્લા કેટલાક સમયથી સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે રોજના કેટલાય વાહનો પાણી ભરેલા મસમોટા ખાડાઓમાં ઉતરી જતા ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે તેમ જ સ્થાનિકોમાં પણ આ મામલે રોષ વ્યાપ્યો છે.

(અહેવાલ સહાભારઃ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)