મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ લંકેશ તરીકે વિશ્વભરમાં જાણીતા બનેલા ગુજરાતી રંગમંચના ભીષ્મ ગણાતા અરવિંદ ત્રિવેદીની આજે સ્મરણાંજલિ યોજાઇ હતી જેમાં અરવિંદ ત્રિવેદી ના પરિવાર સહિત સાબરકાંઠા જિલ્લાના સહકાર, સરકાર અને ગુજરાતી નાટ્ય મંચ સાથે જોડાયેલ શહેરીજનો તેમજ સ્થાનિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અરવિંદ ત્રિવેદી ના સંસ્મરણો વાગોળ્યા હતા.

સાબરકાંઠાના ઇડર તાલુકાના કુકડીયા ગામના વતની સ્વ.અરવિંદ ત્રિવેદી એ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાની સાથોસાથ નાટય મંડળી થી જીવનની શરૂઆત કરી હોવાને પગલે જીવનની તડકો છાયો સારી રીતે સમજ્યા હતા તેમજ જમીન સાથે જોડાયેલા હોવાને પગલે દરેક વ્યક્તિ માટે પોતાના બની રહ્યા હતા અરવિંદ ત્રિવેદીએ 300થી વધારે ફિલ્મો નાટકો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો જોકે સૌથી વિશેષ રામાયણમાં પાત્ર તરીકે જગપ્રસિદ્ધ બન્યા હતા સાથોસાથ વતન પ્રેમ તેમનો આજીવન રોક્યો હતો. અરવિંદ ત્રિવેદીએ પોતાના વતન એવા કુકડીયા ગામ ની ગુજરાતી ફિલ્મ જગતમાં અમર બની રહે તે માટે દાદા ને વાલી દીકરી ફિલ્મ નો મોટાભાગનો શૂટિંગ પોતાના ગામમાં જ કર્યું હતું જોકે અભિનય ક્ષેત્રે અરવિંદ ત્રિવેદીએ નામના મેળવ્યા બાદ સાબરકાંઠામાં લોકસભા સાંસદ પણ બન્યા હતા. 

Advertisement


 

 

 

 

 

જોકે એ વિશેષ પ્રસિદ્ધિ ને પગલે અરવિંદ ત્રિવેદીએ ક્યારેય વિશેષ હોવાનો આડંબર કર્યો ન હતો જેના પગલે સૌ કોઈના લાડલા બની રહ્યા હતા જોકે તાજેતરમાં મુંબઇના કાંદિવલી ખાતે 83 વર્ષની ઉંમરે નિધન થયા બાદ આજે ઇડર ખાતે યોજાયેલી સ્મરણાંજલિ સભા માં મોટી સંખ્યામાં તેમના ચાહકો સહિત સ્થાનિક કક્ષાએથી લઇ જિલ્લા કક્ષા સુધીના નેતાઓ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા જેમાં પૂર્વ સાંસદ થી લઈ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સુધીના લોકોએ હાજરી આપી હતી તેમજ આ તબક્કે સ્વ. અરવિંદ ત્રિવેદીના પરિવારજનો સહિત સ્થાનિક અગ્રણીઓએ તેમના સંસ્મરણો વાગોળી અરવિંદ ત્રિવેદીને રંગ કે સહિત માનવજીવનના સાચા હીરો ગણાવ્યા હતા જોકે આજે ઇડર ખાતે યોજાયેલ પ્રાથના સભા માં આવનાર દરેક માટે લંકેશ રાવણ વિરચિત શિવતાંડવઃ સ્તોત્ર તથા શંકરાચાર્ય રચિત અન્નપૂર્ણા સ્તોત્ર પુસ્તક અપાયું હતું તેમજ રંગમંચ નું વિરાટ વિભૂતિ પ્રત્યક્ષ સ્વરૂપે હાજર હોવાનું દુઃખ સૌ કોઇની નજરમાં દેખાયું હતું.

(અહેવાલ અને તસવીરોઃ દિપકસિંહ રાઠોડ તરફથી સહાભાર)