મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ નંબર 8 ઉપર ટ્રાફિક સમસ્યાથી સ્થાનિકો સહીત હજારો વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જોકે વહીવટી તંત્ર છેલ્લા બે વર્ષથી આંખ આડા કાન કરતા સ્થાનિક લોકોએ આંદોલનના માર્ગે આગળ વધી હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારતા જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે.

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ નંબર 8 ઉપર ફોરલેન માંથી સીક્સ લેનનું કામ  છેલ્લા બે વર્ષથી મંદ ગતિએ ચાલતું હોવાના પગલે સ્થાનિક લોકો સહિત પસાર થતા રોજિંદા વાહનચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. એકતરફ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર દિલ્હીથી મુંબઈ વચ્ચેનું મુખ્ય માર્ગ હોવાને પગલે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે ગોકળ ગાય ગતિએ ચાલતા હાઇવેના કામકાજમાં મોટાભાગના હાઈવે ઉપર મસમોટા ખાડા તેમજ ભુવા સર્જાયા છે. જેના પગલે વાહન ચાલકોએ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જોકે હાઇવે ઓથોરિટી આ મામલે મૌન સેવી રહ્યું છે ત્યારે પસાર થતાં વાહન ચાલકો સહિત આસપાસના ગ્રામજનો માટે પણ આ ભારે સમસ્યા સર્જાય છે.

Advertisement


 

 

 

 

 

નેશનલ હાઈવે પર રોજબરોજ હજારો વાહનોની અવર-જવર વચ્ચે હિંમતનગર તાલુકાનું ગાંભોઇમાં ઓવર બ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી જાણે અટવાઈ પડ્યું છે. સ્થાનિક લોકો ચાર દિવસથી 5 કિલોમીટરથી લઇ 20 કિલોમીટર સુધી ટ્રાફિક ખૂબ મોટી સમસ્યા સર્જાય છે. વરસાદ અને રોડ ક્વોલિટીના કારણે મસમોટા ખાડા પડી જવાના પગલે વાહન ચાલકો પોતાના વાહન સાથે ફસાઇ જતા બે થી ચાર કિલોમીટરથી લઇ 15 કિલોમીટર સુધી ટ્રાફિકજામનાં દ્દશ્યો પણ જોવા મળે છે. ટ્રાફિક જામમાં ઇમરજન્સી સેવાઓ પણ ખંડિત થાય છે. જેમાં ખાસ કરીને એમ્બ્યુલ સહિત અતિ ઇમરજન્સી સેવાઓ પણ ખંડિત થઈ ચૂકી છે. જોકે આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે મંદ ગતિએ ચાલતા કામને આગળ ધપાવવા હિંમતનગરથી લઇ ગાંધીનગર સુધી લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી ચૂક્યા છે. જોકે સ્થાનિક 50 થી વધુ ગામોમાંથી ખેડૂતો ગાંભોઈમાં બેંક અને સ્કૂલ અને આરોગ્ય સેવા અર્થે આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં મોટી હોનારત સર્જાય તેવી દહેશત વચ્ચે સ્થાનિક લોકોએ આંદોલન સહિત ઉગ્ર રજૂઆત કરી ચક્કાજામની રજૂઆત કરવામાં આવી છે. ચાર દિવસમાં સત્વરે આ રોડનું કામ નહીં કરવામાં આવે નહીં આવે તો આવનાર સમયમાં વધુ એક આંદોલનની શરૂઆત થઇ શકે તેમ છે..

એક તરફ નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારી તેમજ લાપરવાહી હોવાના પગલે હજારો લોકો તેમજ વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે નેશનલ ઓથોરિટીને લાપરવાહી અને બેદરકારીને કારણે હજારો વાહન ચાલકો દિલ્હીથી બોમ્બે હાઈવેના કારણે મોટા વાહનો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે મોટાભાગના લોકોને રાજસ્થાન અને ગુજરાતના સરહદી માર્ગ પરથી પસાર થવું પડે છે ત્યારે આવી મંદ ગતિએ ચાલતા કામમાં સ્થાનિક લોકોએ ની સમસ્યા અને પ્રજાના પ્રશ્નોને હલ કરશે તે મહત્ત્વનું બનશે પણ આવું ક્યારે મળશે એ સમય બતાવશે.