મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ આગામી સપ્તાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી તંત્ર ની તૈયારીઓ અંગેની જાણકારી આપી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વચ્ચે ચુસ્ત આચાર સંહિતાનો અમલ અમલ થાય તે માટે ની જાણકારી આપી હતી.

સાબરકાંઠા જિલ્લાની બે નગરપાલિકા આઠ તાલુકા પંચાયત તેમજ એક જિલ્લા પંચાયત માટે આગામી ૨૮ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી મામલે આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા તંત્રની તૈયારીઓ અંગેની જાણકારી અપાઈ હતી. જેમાં જિલ્લાના અગિયારસોથી વધારે મતદાન મથકો ઉપર કોરોના ગાઈડ લાઈન અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઈઝરની પૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. સાથોસાથ જિલ્લાના ૯ લાખથી વધારે મતદારો માટે 15 લાખ જેટલા હેન્ડ ગ્લોઝની પણ વ્યવસ્થા કરાઈ છે. 

જેમાં તમામ મતદારોને હેન્ડ ગ્લોઝ આધારિત મતદાન કરવા પ્રેરિત કરાશે. જોકે કાયદો અને વ્યવસ્થા ચૂંટણીના માહોલમાં જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાંચ હજારથી વધારે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા જિલ્લાની ૧૬ જેટલી ચેકપોસ્ટો પર અત્યારથી જ સઘન ચેકિંગ શરૂ કરવામાં આવી છે. જોકે જિલ્લાનું સતત પેટ્રોલિંગ આ સમયગાળા દરમિયાન યથાવત રહેનાર છે. ત્યારે લોકશાહીની સૌથી મોટો ઉત્સવ ગણાતા ચૂંટણીના માહોલ દરમિયાન સૌ કોઈ મતદારો મુક્ત મને કોને કોઈપણ પ્રકારના ભય વિના મતદાન કરી શકે તે માટે તંત્રએ ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જોકે આજે કરાયેલી તૈયારીઓ આગામી સમયમાં કેટલી સફળ બની રહી છે. એ તો સમય બતાવશે.