મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા : સાબરકાંઠાની રાજસ્થાનને અડીને આવેલી ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાની સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવે છે સાબરકાંઠા એલસીબી પોલીસે ખેરોજ ત્રણ રસ્તા નજીકથી રીટઝ કારમાંથી ૨૮ હજારનો વિદેશી દારૂ અમદાવાદમાં ઘર કરી જાય તે પહેલા બુટલેગર સાથે દબોચી લીધો હતો કાર ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાબરકાંઠા એલસીબી પી.આઈ વી.આર.ચાવડા અને તેમની ટીમે બાતમી મળી હતી કે રાજસ્થાનના પાથરીપાડી ઠેકા પરથી સફેદ કલરની રીટઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે બાતમીના આધારે ખેરોજ ત્રણ રસ્તા અને કોટડા છાવણી તરફથી આવતા વાહનો સઘન ચેકીંગ હાથધરી બાતમી આધારિત રીટઝ કાર (ગાડી.નં-GJ  01 KN  9523 ) ને અટકાવી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની છૂટી બોટલ નંગ-૮૧ કિં.રૂ.૨૮,૯૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક શાવલરામ ગમડારામુ જાટ (રહે, પુનાશા, રાજસ્થાન) ની ધરપકડ કરી કારની કીં.રૂ.૨,૨૮,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નાકાબંધી જોઈ ફરાર શ્રવણકુમાર નારણા જાટ (રહે,પાદરડી , રાજ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા