મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠા એલસીબી પોલીસે જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનોમાં મારફતે વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે એલસીબી પોલીસને ગાંભોઈ તરફથી સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળતા જાંબુડી ગામ નજીક નાકાબંધી કરી હતી સેન્ટ્રો કાર ચાલકે નાકાબંધી તોડી નાખી કાર ગ્રામ્ય વિસ્તારમાં દોડાવી મુકતા પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગરો જામાળા સુધી કાર હંકારી પહોંચ્યા હતા કાર રોડ નજીક રાખી નાસી છૂટતા પોલીસે રોડ પર જીપ મૂકી દોટ લગાવી કારચાલકને દબોચી લીધો હતો અન્ય શખ્શ નાસી છૂટવામાં સફળ રહેતા કારમાંથી ૩૧ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

રવિવારે, સાબરકાંઠા એલસીબી પોલીસ જીપ અને બુટલેગરોની સેન્ટ્રો કાર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો એલસીબી પી.આઈ વી.આર.ચાવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે  “ ખેડ ગામ તરફથી ખેડતસીયા રોડ ઉપર થઇ એક સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી નં.(GJ-01-HE-9233 ) માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂ ભરી અને ગાંભોઇ હિંમતનગર  તરફ આવનાર છે ” જે બાતમી હકીકત આધારે જાંબુડી પાટીયા નજીક રોડ ઉપર આડશ મુકી નાકાબંધી કરી આવતા જતા વાહનો ઉપર વોચમાં હતા દરમ્યાન ગાંભોઇ તરફથી સિલ્વર કરલની સેન્ટ્રો ગાડી આવતા તે ગાડીના રોકવા પ્રયાસ કરતા સદરી ગાડી ચાલકે નાકાબંધી તોડી રામપુર ગામમાં થઇ ભાગવા લાગેલ જેનો પીછો કરતા સેન્ટ્રો ગાડી કાણીયોલ ગામમાં થઇ કેસરપુર જામળા ત્રણ રસ્તા આગળ થોડેક દુર ગાડી ઉભી રાખી ગાડીનો ચાલક તથા તેની સાથે બાજુની સીટ ઉપર બેસેલ માણસ ગાડી મુકી ભાગવા જતા પોલીસે બુટલેગરો પાછળ દોટ મૂકી મનોજ રામજીભાઈ વૈષ્ણવ (રહે,વડલાવાળી ચાલી, ગોમતીપુર, અમદાવાદ) ને ઝડપી પાડી કારમાંથી વિદેશીદારૂની બોટલ નંગ-૧૨૬ કીં.રૂ.૩૧૫૦૦/- નો જથ્થો જપ્ત કરી મોબાઈલ નંગ-૧ કીં .રૂ.૨૦૦૦ તથા કારની કીં.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૩૩૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.