મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ચેઇનસ્નેચરની ટોળકીના આતંક થી મહિલાઓ ઘરમાંથી બહાર અસલામતી અનુભવી રહી છે જીલ્લાના શહેરી વિસ્તારો છોડીને ચેઇનસ્નેચરો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ માર્ગો પર નજર ઠેરવી હોય તેમ ઉપરાછાપરી ગ્રામ્ય વિસ્તારમાં રસ્તામાંથી પસાર થતી રાહદારી મહિલાઓ અને દ્રિ-ચક્રીય વાહનો પર પસાર થતી મહિલાઓને નિશાન બનાવી ગળામાં પહેરેલી ચેઇન અને મંગળસૂત્રની લૂંટ કરી હવામાં ઓગળી જતા પોલીસતંત્ર અને વિવિધ શાખાઓની શાખ દાવ પર  લાગી છે સાબરકાંઠા એલસીબી પોલીસે ટીંટોઈ ગામે ચેઈનસ્નેચીંગ ઘટનાને અંજામ આપનાર બે ચેઇનસ્નેચરોને દબોચી લઈ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે.

૪ ડિસેમ્બરના રોજ મોડાસાના ટીંટોઈ ગામના વિમળાબેન પટેલ કેનાલ નજીક થી પસાર થઈ રહ્યા હતા ત્યારે પલ્સર બાઈક પર આવેલા બે ચેઇનસ્નેચરોએ ત્રાટકી ગળામાંથી ૩૦ હજારથી વધુની કિંમતનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા જે અંગે મોડાસા રૂરલ પોલીસે ગુન્હો નોંધી રાબેતા મુજબની કામગીરી હાથધરી હતી જીલ્લા એલસીબી,એસઓજી ટીમ પણ ચેઇનસ્નેચરોને ઝડપવામાં નિષ્ફળ અને  ઉંઘતી રહી હતી બીજીબાજુ સાબરકાંઠા એલસીબી પી.આઈ વી.આર.ચાવડા અને તેમની ટીમે અરવલ્લી જીલ્લામાં ચેઈનસ્નેચીંગ કરનાર બંને ચેઇનસ્નેચર સાબરકાંઠા જીલ્લામાં પ્રવેશ્યા હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી પોલીસે બાતમી અને બંને ચેઇનસ્નેચર ના સીસીટીવી ફૂટેજ પણ હાથલાગતાં સઘન તાપસ આદરી દઈ પ્રહલાદ ઉર્ફે ભટલો રાજેશભાઈ ખરાડી અને જ્યોતિષ રમેશભાઈ ખરાડી (બંને,રહે શાંતિપુરા,મેઘરજ,અરવલ્લી) ને લૂંટ કરેલ સોનાની ચેઇન અને પલ્સર બાઈક મળી કુલ.રૂ.૮૦૦૦૦/- ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.