મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા : ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે અરવલ્લી- સાબરકાંઠા જીલ્લામાં રાજસ્થાન રાજ્યને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું કટિંગ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે સ્થાનિક બુટલેગરો પરપ્રાંતીય બુટલેગરો સાથે સાઠગાંઠ કરી રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે સાબરકાંઠા એલસીબી પોલીસે રણાસણ કંપા નજીકથી મહિન્દ્રા એક્સયુવિ ગાડી માંથી ૭૫ હજાર વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાબરકાંઠા એલસીબી પીઆઈ વી.આર.ચાવડા અને તેમની ટીમને  “એક સફેદ કલરની XUV નંબર પ્લેટ વગરની ગાડી ભારતીય બનાવટનો વિદેશી  દારૂનો જથ્થો ભરી ગાંભોઇ રોડ થઈ રણાસણ બાજુ આવનાર છે’’ની બાતમી મળતા ગાંભોઇ-રણાસણ રોડ પર ચાંચર માતાજીના મંદિર નજીક રોડ પર રણાસણ કંપા નજીક આવતા-જતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમી આધારિત મહિન્દ્રા એક્સુવી ગાડીને અટકાવી તલાસી લેતા ગાડી માંથી વિદેશી દારૂ-બિયર બોટલ નંગ -૭૨૦  કિ.રૂ. ૭૫૮૪૦/-નો જથ્થા સાથે ગાડીના ચાલક રાહુલ (રહે,બાબરી) ને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દઈ  XUV ગાડી નંબર પ્લેટ વગરની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૪,૭૫,૮૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી નરેશકુમાર નાનજીભાઇ કટારા રહે.ઓડ તા.ભીલોડા જી.અરવલ્લી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.