મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂની હેરાફેરી સાથે સાથે ચરસ-ગાંજાનું અને પોશડોડાની પણ મોટા પ્રમાણમાં હેરાફેરી અને વેચાણ થઈ રહ્યું છે. સાબરકાંઠા એલસીબી પોલીસે વિજયનગર ત્રણ રસ્તા નજીક પસાર થતી ઇનોવા કારમાંથી પ્લાસ્ટિકના કાળા કલરના થેલાઓમાં સંતાડીને ઘુડસતો ૪.૨૩ લાખના પોશડોડાના જથ્થા સાથે એક શખ્શને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાબરકાંઠા એલસીબી પી.આઈ.વી.આર.ચાવડા અને તેમની ટીમે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરી વાહનોનું ચેકીંગ હાથધરાતા વિજયનગર ત્રણ રસ્તા થી વિજયનગર તરફ જતી નંબર પ્લેટ વગરની ઇનોવા કારને અટકાવી તલાસી લેતા કારના પાછળના ભાગમાં કાળા કલરના પ્લાસ્ટિક થેલા માંથી ૨૪૮.૯૦૦ કિલોગ્રામ જથ્થો કિં. રૂ.૪,૨૩,૧૩૦/- ના જથ્થા સાથે કાર ચાલક ભારુંરામ જોગરામ જાટ (રહે, સનાવાડા, બાડમેર , રાજ) ની ધરપકડ કરી રાજસ્થાનના એમ.પી સરહદ પરથી ઇનોવા કારમાં પોશડોડાનો જથ્થો ભરી આપનાર પ્રહલાદભાઈ પટેલ (રહે, નાની સાદડી, રાજ) વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઇનોવા કાર કિં. રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.૮,૨૩,૧૩૦/- લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

ઇનોવા કારમાંથી ઝડપાયેલ પોશડોડાનો જથ્થો રાજસ્થાન-મધ્યપ્રદેશ આંતરરાજ્ય સરહદ પરથી ભરી રાજસ્થાનના બાડમેર શહેરમાં લઈ જવાતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.