મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ નિભાવી રહેલા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીક ની અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બદલી થતા સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ રીતે વિદાય આપવામાં આવી હતી...

જે અંતર્ગત જિલ્લા પોલીસમાં ફરજ બજાવનારા તમામ જવાનોએ જિલ્લા પોલીસ વડાને ખુલ્લી જીપ ને પોતાના હાથે ખેચી ને જિલ્લા પોલીસ વડા કચેરી થી હાઇવે સુધી પહોંચાડી હતી. જેમાં તમામ પોલીસ પરિવારોએ પુષ્પ વર્ષા કરી તેમને વિશેષ રીતે સન્માનિત કર્યા હતા...સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ નિભાવી રહેલા ચૈતન્ય માંડલીક ક્રાઇમ ઘટાડવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે...

તેમજ છેલ્લા 15 વર્ષથી સુનિયોજિત નેટવર્ક ચલાવનાર આ ખનિજ માફિયાઓ સામે મોરચો માંડી તેમને નેસ્ત નાબૂદ કર્યા હતા તો બીજી તરફ ચેન સ્નેચિંગ કરનારા નેટવર્ક નો પર્દાફાશ કરી તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું મૂળભૂત કામ કરતા તેમને સાબરકાંઠા જિલ્લા વાસીઓ તરફથી વિશેષ સન્માન મળ્યું છે.. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમની બદલી થતા પોલીસ જવાનો સહિત સ્થાનિકોએ પણ પુષ્પો વરસાવી વિશેષ સન્માન કર્યું હતું. પોલીસ બેન્ડ ના જવાનો થી લઈ પોલીસ દ્વારા પણ તેમનો વિશેષ આભાર માનવામાં આવ્યો છે.