મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ આસ્થા છેલ્લા 15 વર્ષથી કરાટેમાં જિલ્લા થી લઇ નેશનલ કક્ષા સુધી 200થી વધારે એવોર્ડ જીતી ચૂકી છે  જોકે ગુજરાત સરકારે જુનિયર સરદાર પટેલ એવોર્ડ એનાયત કરતા સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી છે. સામાન્ય રીતે હોકી કબડી તેમજ અન્ય રમતોમાં છેવાડાના જિલ્લાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછી સંખ્યામાં છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં આસ્થા આચાર્ય છેલ્લા 15 વર્ષથી કરાટી ચેમ્પિયનશિપ માટે જાણીતી છે. છેલ્લા 15 વર્ષમાં ૨૦૦થી વધારે મેડલ જીતી ચૂકેલી આસ્થા આચાર્યનું કહેવું છે કે કોઈપણ કામ ખંતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે.

ગુજરાત સરકાર દ્વારા આસ્થા આચાર્યને દર મહિને ચોક્કસ રકમ એનાયત કરવામાં આવે છે જેના પગલે તેના જીવનમાં હજુ વધુ આગળ વધી શકે, જો કે આસ્થા આચાર્ય એ છેલ્લા 15 વર્ષમાં સાબરકાંઠા જિલ્લા થઈ નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ જીત્યા છે. જેના પગલે ગુજરાત સરકારે આ વર્ષે જુનિયર સરદાર પટેલ એવોર્ડ આસ્થા આચાર્યને આપ્યો છે જે ગુજરાત લેવલે એકમાત્ર અપાતો એવોર્ડ છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં આજદિન સુધી સરદાર પટેલ એવોર્ડ એક પણ રમતમાં એક પણ રમતવીરને મળી શકી નથી ત્યારે આઝાદીના 70 વર્ષમાં પહેલીવાર સાબરકાંઠા જિલ્લાને સરદાર પટેલ એવોર્ડ મળ્યો છે જે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની બાબત બની રહી છે.

આ મામલે આસ્થા આચાર્ય એ જણાવ્યું હતું કે, મારો એવોર્ડ એ મારા પરિવાર સહિત મારા કોચની આભારી છે તેમજ જુનિયર સરદાર પટેલ એવોર્ડ તરીકે ગુજરાત સરકારે મારી પસંદગી કરી છે તે બદલ ગુજરાત સરકાર નો પણ તેને આભાર માન્યો છે. જો કે કોઈપણ રમતવીર માટે તેના કોચને ખૂબ મોટું મહત્વ રહેલું હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દશકથી કરાટે સાથે જોડાયેલ ઝાડસિંહ વાઘેલા એ આસ્થા આચાર્યના કોચ છે તેમની આ મામલે જણાવ્યું હતું કે કોઈપણ રમત ક્યારે સરળ નથી હોતી તેમજ દરેક રમત રમત વેદના જીવનવિકાસ સાથે જોડાયેલી હોય છે. સાથોસાથ એની યોગ્ય સમય કદર થાય તો તે ખૂબ મહત્વની બાબત બની રહે છે આસ્થા આચાર્યની શરૂઆતથી જ કરાટેના મામલે માસિક ફેલોશિપ મળી રહે છે. 

તેમજ આ વર્ષે ૨૦૦ થી વધારે મેડલ જીતી ચૂકેલા આસ્થાને જુનિયર સરદાર પટેલ એવોર્ડ એનાયત થયો છે ત્યારે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી છે. જેમાં આઝાદીથી આજદિન સુધી સાબરકાંઠા જિલ્લાની કોઈ પણ મહત્વનો એવોર્ડ મળી શક્યો નથી ત્યારે પ્રથમવાર સાબરકાંઠા જિલ્લાને કરાટે મામલે એવોર્ડ મળતા જિલ્લાવાસીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે જે આગામી સમયમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનું પાસું બની રહેશે જો કે આસ્થા આચાર્યએ માત્ર રમત માં જ નહીં પરંતુ ઇંગ્લીશ મીડીયમ ધોરણ 12 સાયન્સમાં પણ ૮૫થી વધારે ટકા મેળવી અભ્યાસ ક્ષેત્રે પણ મહત્વની નામના મેળવી છે. આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાબરકાંઠા જિલ્લાને કરાટે મામલે અપાયેલો જુનિયર સરદાર પટેલ એવોર્ડ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આશાનું એક કિરણ બની રહી તેવી સંભાવનાઓ છે.