મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ ગુજરાતની સૌપ્રથમ દેવા મુક્ત બનેલી હિંમતનગર નગરપાલિકાના ૨૭ માં પ્રમુખ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના બિન હરીફ પ્રમુખ તરીકે યતીન બેન મોદીની પસંદગી કરાઈ છે. જોકે યતીન બેન મોદી કરિયાણાની દુકાન સંભાળવાના કામ કરવાની સાથોસાથ હવે હિંમતનગર નગરપાલિકાના પ્રથમ નાગરિક બનતા સ્થાનિક વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત હિંમતનગર નગરપાલિકામાં કુલ નવ વોર્ડ પૈકી માત્ર બે વોર્ડમાં જ કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ૭ વોર્ડ મ સંપૂર્ણ ભાજપની બહુમતી આવતા હિંમતનગર નગરપાલિકાના ૨૭ માં પાલિકા પ્રમુખ તરીકે યતીન બેન મોદીની પસંદગી કરાઈ છે. મોદી કરિયાણાની દુકાનની સાથોસાથ લોટ દળવાની ઘંટી પણ ચલાવે છે. તેમજ સ્થાનિક વિસ્તારમાં 1700 જેટલા લેટરપેડ નો ઉપયોગ કરી પાલિકા વિસ્તારના છેવાડાના વ્યક્તિઓ માટે ગેસની બોટલથી લઇ વિધવા સહાય, માં અમૃતમ કાર્ડ તેમજ સખી મંડળની રચના કરી તમામ માટે ભરોસાપાત્ર વ્યક્તિ બન્યા હતા. જોકે છેવાડાના વ્યક્તિ તરીકે કામ કરતા રહેવાના પગલે યતીન બેન મોદી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી બીજી વખત વિજય થયા છે. જેના પગલે આ વખતે તેમને નગરપાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી અપાઈ છે ત્યારે જોવું છે એ છે કે આ આ વખતે મળેલી નવીન જવાબદારીમાં યતીન બેન મોદી ને પાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ તેમને તમામ નું અભિવાદન કર્યું હતું તેમજ પાલિકા ચેમ્બરના પ્રવેશદ્વારે નમન કરી તેમના કામકાજની શરૂઆત કરી છે.