જય અમીન (મેરાન્યૂઝ.સાબરકાંઠા ): સરકાર દ્વારા કોરોના વેકસીનને લઈ મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોરોના વેકસીનેશનમાં છબરડો સામે આવ્યો છે. જેમાં પ્રાંતિજના પોગલું ગામની મૃતક મહિલાને વેકસીનનો બીજો ડોઝ અપાઈ ગયો હોવાનો મેસેજ અને સર્ટિફિકેટ ડાઉનલોડ થતા મૃતક મહિલાના પરિવારજનોમાં હડકંપ મચ્યો હતો મૃતક મહિલાનું સફળ વેક્સીનેશનની ઘટનાના પગલે લોકોએ આરોગ્ય તંત્ર સ્વર્ગમાં પહોંચી મૃતક મહિલાને કોરોનાની વેક્સીન આપી આવ્યું કે સહીત ટીખળ શરુ થઇ છે. 

સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકામાં 100 ટકા રસીકરણ પ્રમાણપત્રમાં છબરડો જોવા મળ્યો છે. પ્રાંતિજના પોગલુ ગામમાં સંખ્યાબંધ લોકો, જ્યાં 100 ટકા રસીકરણ જાહેર કરવામાં આવ્યું છે, હજુ સુધી રસીકરણ કરવાનું બાકી છે. કેટલીક મહિલાઓ પાસે ચાર ડોઝ લેવાના બે પ્રમાણપત્રો હોય છે. મૃત મહિલાના નામે રસીનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ જેઓ કોરોનાનો બીજો ડોઝ લેવા જઈ રહ્યા છે તેઓએ પણ પ્રથમ ડોઝની તારીખ બદલી નાખી છે. મૃતક મહિલાને બબ્બે ડોઝ આપવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement


 

 

 

 

 

રાજ્ય સહિત દેશમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે દેશભર માં રસીકરણ થઈ રહ્યું છે સાથેજ રસીકરણ બાબતે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ સામે આવી છે. ગામડાઓમાં 100 ટકા વેકસીનેશન બતાડવા માટે કર્મચારીઓ દ્વારા મૃતક લોકોને પણ કાગળ પર રસીકરણ ના આંકડા બતાવવામાં આવી રહ્યાં છે.ત્યારે પ્રાંતિજ તાલુકાના પોગલું ગામને આરોગ્ય વિભાગ દ્વારા 100 ટકા રસીકરણ ગામ તરીકે જાહેર કરાયો છે પરંતુ ગામમાં હજુ 80 થી 85 ટકાજ રસીકરણ પૂર્ણ થયું છે એટલુંજ નહીં પણ પોગલું ગામના તારાબેન પટેલ કે જેઓ 30 એપ્રિલના રોજ મરણ ગયા છે.. પરંતુ તેઓનું પણ ગત 5 સપ્ટેમ્બરના રોજ વેકસીનનો બીજો ડોઝ કાગળ પર સફળતા પૂર્વક આપી દેવામાં આવ્યો છે. મૃતક તારાબેન પટેલના પરિવારે તેમના મોબાઈલ ફોનમાં આવેલ મેસેજ આધારે વેકસીનેશન નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

એક તરફ જિલ્લામાં વેકસીનેશનમાં છબરડો સામે આવ્યો છે તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી સમગ્ર છબરડાને ટેક્નિકલ ભૂલ બતાવી રહયા છે. અને તપાસ કરી રહ્યા હોવાની વાત કરી રહયા છે. તો પોગલું ગામમાં અન્ય એક મહિલાને બે બે વાર રસિકરણના બંને ડોઝ મળ્યા હોવાના પણ પુરાવા સામે આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી તપાસની વાતો કરી રહ્યાં છે.આમ તો માત્ર સરકારી ચોપડે ૧૦૦ ટકા રસિકરણ થયુ હોય તેવુ આના પરથી લાગે છે. પરંતુ જમીન પરની હકિકત જ અલગ છે તો કેટલાક લોકો એવા પણ છે કે જેમણે પોતાના મોબાઇલ માં મેસેજ આવ્યા છે અને વેક્સીન થી વંચિત છે.

પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે રસિકરણમાં સામે આવેલ છબરડાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવાની વાત કરી રહ્યાં છે પરંતુ છબરડાની તપાસ થશે કે પછી તપાસની માત્ર વાતોજ થશે એ એક સવાલ છે.