જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): કોરોના મહામારીમાં ફેફસાની મજબૂતી હોવી ખુબ જ અગત્યની વાત છે કોરોનામાં ફેફસા નબળા હોય તેમનો મૃત્યુદર વધુ હોવાનું તબીબો અનેક વાર કહી ચુક્યા છે. હાલ કોરોનામાં ઓક્સિજન અને યોગ મહત્વ વધુ છે ત્યારે જાંબુડીના હસમુખભાઈ પણ એક ફેફસા સાથે શ્રેષ્ઠ વાંસળી વાદક તરીકે ઉપસી આવ્યા છે અને વાસળી સાથે નવજીવન જીવતા હસમુખભાઈ એક ફેફસામાંથી નીકળેલ વાસળીનો સુર પરમાત્મા સાથે વાત પણ કરાવે છે.  સાબરકાંઠાના જાંબુડીમાં એક ફેફસું ધરાવતા હસમુખભાઈ વાસળી વગાડે છે તો વાંસળી વગાડવું એ પણ એક યોગ છે. જેને લઈને ફેફસાને શુદ્ધ ઓક્સિજન મળે છે અને વાંસળીને જ દિનચર્યા બનાવી તેના જ સહારે હસમુખભાઈ જીવન જીવી રહ્યા છે.અને બાળકોને પણ વાંસળી વગાડવાનું મફત શીખવાડી રહ્યા છે. 

કહેવત છે મન હોય તો માંડવે જવાય અને એજ કહેવતને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના જાંબુડી ગામના હસમુખભાઈ પટેલે સાર્થક કરી છે. હસમુખ ભાઈને બાળપણમાં જ એક ફેફસુ ખરાબ થઈ ગયું હતું. બાદમાં એમની યુવાનીમાં હસમુખ ભાઈનું ડાબું ફેફસુ કાઢી નાખવામાં આવ્યું હતું. પરંતુ એમનો બાળપણથી વાંસળી વગાડવાનો શોખ હતો. આમ તો વાંસળી વગાડવા માટે ફેફસા મજબૂત હોવા જરૂરી છે ત્યારે જ્યારે તેઓ કોઈ વાંસળી વાદક જોડે વાંસળી શીખવા જાય ત્યારે એમની મજાક પણ લોકો કરતા હતા. પરંતુ હસમુખ ભાઈએ મજબૂત મનોબળ રાખી વાંસળી વગાડવાની શરૂઆત કરી અને આજે શ્રેષ્ઠ વાંસળી વાદક તરીકે ઉપસી આવ્યા છે.


 

 

 

 

 

હિંમતનગર નિવૃતિના સમયમાં લલીતાબેન અને હસમુખભાઈ સાથે ગામમાં જ રહે છે. અને વાંસળીના સુર રેલાવે છે. તો તેમના પત્ની પણ સુરના વાજિંત્ર વાસળીમાં સંભાળે છે તો સાથ પણ આપે છે સાથે પોતાનું ઘરકામ કરતા કરતા તેમના વાંસળીમાંથી નીકળતા કર્ણ પ્રિય સુરોની પણ પોતાનું જીવન બનાવ્યું છે. તો તેમના બાળપણના મિત્ર સાથે ગામના ગોદરે મંદિરમાં બેસી સવારે અને સાંજે વાંસળી હસમુખભાઈ વગાડે છે. જે ધૂન મિત્ર ભોગીભાઈ પણ સાંભળે છે આમ નાનપણમાં સાથે અભ્યાસ કર્યા બાદ હવે ઘડપણમાં પણ મિત્ર જ સાથે છે. પહેલા અભ્યાસમાં સાથે હતા હવે સુરના સંગમમાં સાથે હોય છે. તો હસમુખભાઈને નાનપણમાં અભ્યાસ કર્યા બાળપણમાં બીમાર થયા હતા. જેને લઈને તેમને ઉટાટીયુ થઇ ગયું હતી જેને લઈને દવાઓ કરી પરંતુ પરિણામ નહિ આવતા ડાબા ફેફસાનો  થોડોક ભાગ ઓપરેશન કરી કાઢી નાખ્યો હતો. પરંતુ બીમારી યથાવત હતી. જેથી ફરી ઓપરેશન કરી બાકીનો ભાગ પણ ઓપરેશન કરી કાઢી નાખ્યો. જેને લઈને બીમારી પણ અટકી હતી. અને હાલ એક ફેફસા પર હસમુખભાઈ વાંસળીના સુર રેલાવી રહ્યા છે.