મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર: આજ રોજ બેન્ક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડા કાર્યક્રમ ની ઉજવણીના ભાગ રૂપે વિશાલ ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂત ધિરાણ કેમ્પ અને  મફત ખેડૂત સ્વાથ્ય નિરીક્ષણ કેમ્પ તેમજ નુક્કડ નાટક દ્વારા બેન્ક ઓફ બરોડા ની વિવિધ યોજનાઓ વિષે ની માહિતી આપવાનું નું આયોજન કરવામાં આવ્યું .કાર્યક્રમ માં બેન્ક ઓફ બરોડા ના ઝોનલ મેનેજર શ્રીમતી અર્ચના પાંડે હેડ ઓફિસ થી આમન્ત્રિત મહેમાનો માં શ્રી જી .કે .પાનેરી જનરલ મેનેજર બેન્ક ઓફ બરોડા તેમજ  પી .કે .ભાર્ગવ ડેપ્યુટી જનરલ મેનેજર હાજર રહેલ હતા.

કાર્યક્રમમાં ગ્રાહકો માટે કૃષિ ધિરાણને લગતી સુવિધાવો સરળ અને અનુકુર બનવાનો હતો કાર્યક્રમ દરમ્યાન જિલ્લાના  ખેતી વાડી   શાખાને લગતા  સરકારી અધિકારીઓ  જેઓને જિલ્લામાં ખેતીના વિકાસ માટે મહત્વનું યોગદાન આપેલ હતું તેમનું બહુમાન કરવામાં આવ્યું .કાર્યક્રમ માં ધિરાણ શિબિરમાં કુલ 958 લાભાર્થીઓને કુલ 66કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપવામાં આવી .આ ક્રાયક્રમનું આયોજન બેન્ક ઓફ બરોડા ના ક્ષેત્રીય કાર્યાલય સાબરકાંઠા ના રિજિયોનલ મેનેજર શ્રી વી .સી .ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ હતું ...