મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાતથી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી જીલ્લા વાસીઓનું આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે. મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા નગરના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરને પાંજરે પુરાવા અને પશુપાલન તંત્રની મદદ લઈ ડી.ટીકીંગ કરવા જોઈએ જેથી શહેરીજનો કોંગો ફીવરથી બચાવી શકાય.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા એક ગ્રામ્ય વિસ્તારમાં કાંગો ફીવર શંકાસ્પદ કેસ હોવાની વિગતો આરોગ્ય વિભાગ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. બીજીબાજુ આરોગ્ય અધિકારી મક્કમતા પૂર્વક જીલ્લામાં એકપણ કેસ શંકાસ્પદ કોંગો ફીવરનો ન હોવાનું જણાવ્યું હતું.

જીલ્લા પશુપાલન વિભાગ તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ઢોર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેલા પશુપાલકોને પોતાના પાલતુ પશુઓમાં ડી.ટીકીંગ કરાવી લેવામાં સૂચના અપાવી જોઈએ તથા પશુપાલકોમાં જનજાગૃતિ કેળવવા દૂધમંડળીઓનો સહયોગથી માહિતગાર કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે.