મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારીના પગલે ઠેર ઠેર લેભાગુ તત્વો તબીબ બની લોકોના આરોગ્ય  સાથે ખિલાવડ કરી રહ્યા છે આવીજ એક ઘટના સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે હિના મેટરનેટી હોસ્પિટલમાં બની હતી જેમાં નર્સિંગનો કોર્સ કરેલી યુવતીએ સ્ત્રીરોગ બની ૮ મહિનામાં ૧૯૨ જેટલી પ્રસુતિ કરાવી હતી હિના મેટરનેટી હોસ્પિટલમાં એક મહિલાએ ડિલેવરી કરાવ્યા પછી થોડા સમયમાં મોત નિપજતા મહિલાના પરિવારજનોએ જીલ્લા આરોગ્ય અધિકારીને કરતા સમગ્ર કૌંભાંડનો પર્દાફાશ થયો હતો ૮ મહિનાથી મટોડા ગામમાં ધમધમતી ગેરકાયદેસર હિના મેટરનિટી હોસ્પિટલ અંગે સ્થાનિક આરોગ્ય તંત્રએ આંખ કાંડ કરતા એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ખેડબ્રહ્મા તાલુકાનાં મટોડા ગામમાં હિના મેટરનીટીમાં મેડિકલ ઓફિસર કે ગાયેનેકોલોજીસ્ટ વગર પ્રસૂતિ કરવામાં આવતી હોવાનું અને યોગ્ય સફાઈ ન થતી હોવાના કારણસર મેડિકલ ઓફિસરે ડોક્ટર વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહિના અગાઉ એક મહિલાને હિના મેટરનિટીમાં પ્રસૂતિ માટે લવાઇ હતી. જ્યાં થોડા સમય બાદ તે મહિલાનું મોત થતાં જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરાતાં દવાખાની તપાસ કરતાં મહિલા તબીબ જનરલ નર્સિંગ અને નર્સિંગ પ્રેક્ટિશનર મીડવાઈફરીનો કોર્ષ કરેલ હોવાનું બહાર આવતાં ટીએચઓએ મેટરનિટી હોલને સીલ મારી દીધું હતુ.

રજકાબેન રાજુભાઇ સોલંકી ઉ.વ. 32 (રહે.બોડીયાના તળાવ) ની તા.19-10-2019 ના રોજ મટોડાના હિના મેટરનિટી હોમમાં પ્રસૂતિ કરાવાઇ હતી. તેમનું તા. 09-11-19 નારોજ મોત થતાં જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરાઇ હતી. ત્યારબાદ ખેડબ્રહ્મા ટીઅેચઅો આર.ડી. ગોસ્વામી દ્વારા હિનાબેન બુંબડિયાના દવાખાનાની તપાસ હાથ ધરવા દરમિયાન હિનાબેન મેવાભાઇ બુંબડીયાઅે જનરલ નર્સિંગ અને નર્સિંગ પ્રેક્ટિશનર મીડવાઈફરીનો કોર્ષ કરેલ હોવાનું બહાર આવ્યું હતુ. તદ્દપરાંત એનએમપી સર્ટિફિકેટ ધારકે એમબીબીએસ ડોક્ટર કે ગાયનેકોલોજીસ્ટના સમપરામર્શ રહીને ડિલિવરી કરાવવાની થતી હોય છે. પરંતુ ડોક્ટર હિનાબેને સ્વતંત્ર રીતે ડિલિવરી કરાવી હોવાનું તથા મેટરનીટી હોમમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ અને પ્રસૂતિ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જંતુ રહીત કરવાની સુવિધા ન હોવી જેવી વિસંગતાઓ જણાતા ટીએચઓ આર.ડી. ગોસ્વામીએ હિના મેટરનિટી હોમને સીલ મારી દીધું હતું અને સેબલીયા પીએચસીના ડો. હર્ષિદાબેન નાયકે ટીએચઓની  તપાસ અહેવાલના આધારે  ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી