મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ કોરોના મહામારી ને પગલે છેલ્લા કેટલાક સમયથી શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયાસો થતા હોય છે જોકે સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કરી વિવિધ રંગબેરંગી ફુલાવર થકી કેન્સર તેમજ ચામડીના રોગ દૂર કરવા સહિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

એક તરફ કોરોના મહામારી ને પગલે દરેક વ્યક્તિ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયત્ન કરે છે જોકે શાકભાજી ખાવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે તો સોનામાં સુગંધ ભળે એમ કહેવાય છે જે અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજ ના કલ્પેશ પટેલ નામના ખેડૂતે છેલ્લા ૨૫ વર્ષથી ફુલાવર ની ખેતી કરે છે કે દિન પ્રતિદિન ઘટતા જતા નફાના ધોરણની પગલે કલ્પેશ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રંગ તેમજ કલર ધરાવનારા ફુલાવર ની ખેતી કરવાથી આર્થિક રીતે સદ્ધર બન્યાં છે એક તરફ દિન-પ્રતિદિન શારીરિક બીમારીઓ વધી રહી છે ત્યારે કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કેસરી કલરના ફુલાવર માં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જેના પગલે આંખ ના રોગને પણ ઊગતો જ ડામી શકાય છે જોકે જાંબલી કલર ના ફુલાવરનું શાક ખાવાથી કેન્સર સામે હજાર ગણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે સાથોસાથ અન્ય કલરના ફુલાવર માં રોગ પ્રતિકારક ક્ષમતા સામાન્ય ફુલાવર કરતા વધારે હોવાને પગલે છેલ્લા કેટલાક સમયથી વિવિધ રંગોના ફ્લાવર નું માર્કેટ ખૂબ વધી રહ્યું છે સાથો સાથ સામાન્ય રીતે સફેદ કલરના ફુલાવર હાલમાં બજારકિંમત કિલોએ રૂ ૫ થી ૭ છે જ્યારે રંગબેરંગી ફુલાવર ની કિંમત કિલોએ 25 રૂપિયા છે જેના પગલે ખેડૂતોને આર્થિક સધ્ધરતા પણ મળી રહે છે 


 

 

 

 

 

 

એક તરફ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો પણ બાગાયત ખેતી ના મુદ્દે હવે આગળ આવી નવિનીકરણ કરતા થયા છે જેના પગલે આર્થિક સધ્ધરતા મળી રહે તેમ છે હાલમાં સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રંગબેરંગી ફુલાવર ની માંગ વધુ હોવાને પગલે સ્થાનિક ખેડૂત પોતાના ખેતર થી જ માલનું વેચાણ કરે છે અને લોકો પણ ખેતર થી જ ખરીદી કરે છે જોકે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા આવા નવીનીકરણ કરનાર ખેડૂતોને આગળ લાવવા માટે આર્થિક સધ્ધરતા સહિત બજાર ઊભું કરવાનો પ્રયાસ થાય તો કેન્દ્ર સરકારનો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે તેમ છે. રંગીન ફ્લાવર માં જાંબલી એટલે કે વેલેન્ટીના નામથી અને કેસરી (પીળુ) કેરોટિના નામ થી અને ગ્રાન વરીયાળીના નામ થી ઓળખાય છે જેનો ભાવ પ્રાંતિજ સહિત હોલસેલ બજારો ના માર્કેટ માં એક નંગ-25રૂપિયા માં વેચાણ થાય છે અને મોલ તથા બજાર માં એક નંગ-40થી 50 રૂપિયા માં વેચાય છે 

 

બાગાયત ખેતી અધિકારી વિલાસ પટેલે પણ પોતાની વાત રજુ કરી હતી. જોકે 2022 સુધી ખેડૂતે પોતાની આવક બમણી કરવી હોય તો બાગાયત ખેતીની સાથે પરંપરિત ખેતી માં નવીનીકરણ કરે તો પોતાની આવક બમણી થઇ શકે તેમ છે સાથોસાથ ગુજરાતના છેવાડાના વ્યકતિને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મેડિકલ નો સહારા ની જરૂરિયાત રહેતી નથી જોકે રંગીન ફ્લાવર આગામી સમયમાં કેટલાક ખેડૂતો અપનાવતા થાય છે તે પણ મહત્વની બાબત બની રહેશે.

(સહાભાર દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)