મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે પ્રચાર-પ્રસારમાં ઉમેદવારોને હંફાવનાર મતદારો મતદાનના દિવસે વહેલી સવારથી મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટતા ઉમેદવારો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો અને રાજકીય વિશ્લેષકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણીયોર ગામે આરતી પટેલ નામની યુવતીએ સપ્તદીના ફેરા ફરતા પહેલા લોકશાહી પર્વમાં મતદાન કરી મતદારોને રાહ ચીંધી હતી. 

આજે લોકશાહી નું પર્વ સમગ્ર દેશ માં ઉજવાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા ના અણિયોર ગામે આજે પ્રભુતા માં પગલાં મંડનાર આરતી પટેલ પોતાના પરિવાર સાથે આજે અણિયોર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું આરતી પટેલને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયા પછી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું છે.

મેરા ન્યૂઝ સાથે વાત કરતા આરતી પટેલે જણાવ્યું હતું કે, આજે મારા લગ્ન છે આજના દિવસની મારી વ્યસ્તતા વચ્ચે પણ મતદાનને  પ્રથમ મહત્વ આપી આજે મેં વહેલી સવારે જ મત આપ્યો છે અને આજે લગ્ન કરનાર તમામ યુવતીઓ ને પણ પહેલા મતદાન પછી જ કન્યાદાન નો સંદેશ આપી ફરજીયાત પને મત આપી લોકશાહીના પર્વને ઉજવવા માટે જણાવ્યું હતું દીકરીના પિતા એ પણ મતદાન કરી દેશ માં સુષશાન સ્થપાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

માલપુરના મહીયાપુરના વરરાજા ૧૫૦ જાનૈયાઓ સાથે મતદાન મથકે પહોંચ્યા : મતદાન કરી જાનનું પ્રસ્થાન 

૧૭ મી લોકસભાની તબક્કાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યની સાબરકાંઠા લોકસભા બેઠક પર મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માલપુર તાલુકાની અણીયોર ગામની આરતી પટેલે સપ્તદીના ફેરા ફરતા પહેલા મતદાન કર્યા બાદ માલપુર તાલુકાના મહીયાપૂર ગામના વરરાજા રોનક રમેશ ભાઈ પટેલ ૧૫૦ થી વધુ જાનૈયાઓ જાન લઈને ઝાલમપુરના લગ્નના માંડવે પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 
          
લોકશાહી પર્વની ઉજવણી ના ઉત્સાહમાં ૨૩ મી એપ્રિલે લગ્ન કરનાર વરરાજા અને કન્યા પણ લગ્નની ઉજવણી પહેલા મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણીનો ઉત્સાહ મનાવ્યો હતો માલપુર તાલુકાના મહીયાપુર ગામના વરરાજા રોનક રમેશ ભાઈ પટેલની વાજતે-ગાજતે નીકળેલી જાન બેન્ડ વાજા અને જાનૈયાઓ સાથે મતદાન બુથ પર પહોંચતા ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા કર્મચારીઓ અને મતદાન કરવા પહોંચેલા મતદારોમાં પણ આનંદ છવાયો હતો વરરાજાએ અને જાનૈયાઓએ મતાધિકારનો ઉપયોગ કરી જાન સાથે ઝાલમપુર ગામે લગ્ન માંડવે પહોંચવા નીકળ્યા હતા.