મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠાની ભાટિયા ગ્રામ પંચાયત તલોદના સરપંચ દ્વારા ગામના જ એક વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનના હપ્તા આવશે અને તેની સહાયના રૂપિયા તારે મને આપવાના કહીને છેતરતો રહ્યો હતો. તે અગાઉ દસ-દસ હજાર કરી વીસ હજાર રૂપિયા તો લઈ જ ગયો હતો. જોકે હજુ સરપંચની લાલચ પુરી થઈ ન્હોતી. તેણે ફરી રૂપિયાની માગણી કરતાં એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ને જાણ કરતાં સરપંચ સામે પગલા લેવાયા હતા.

સાબરકાંઠાના તલોદ ખાતે ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચ ફતેસિંહ જુગતસિંહ રાઠોડે પોતાના પદનો દુરુપયોગ કરી લોકોને છેતરવાના કરેલા કામો હૈયે વાગ્યા જેવો ઘાટ છે. ગામના એક વ્યક્તિના મકાનનો લગભગ ત્રણેક વર્ષ પહેલા સર્વે થયો હતો જેમાં તે વ્યક્તિનું મકાન કાચું હતું. સર્વે પછી તેનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજુર થયું હતું. યાદીમાં આ વ્યક્તિનું નામ આવ્યું જેની જાણ સરપંચને થતાં તે સરપંચ ફતેસિંહ તેમના ઘરે ગયો અને કહ્યું કે તમારા ડોક્યૂમેન્ટ્સ મને આપો હું મંજુર થયેલા મકાનનો હપ્તો ઝડપથી તમારા ખાતામાં આવે તેવું કરી દઈશ.

Advertisement


 

 

 

 

 

આવું કહી તે વ્યક્તિ પાસે પહેલા દસ હજાર માગ્યા જે પછી ખાતામાં 30 હજાર રૂપિયા જમા થયા જેમાંથી પણ ફતેસિંહે દસ હજાર માગ્યા આમ વીસ હજાર રૂપિયાનો તોડ તો કરી જ ચુક્યો હતો. હવે તેણે કહ્યું કે હજુ તમારા ખાતામાં 50 હજાર રૂપિયાનો હપ્તો આવશે જેમાંથી પણ મને 10 હજાર આપવાના છે. સરપંચની માગણી ગેરવાજબી છે અને પોતે તેને હવે રૂપિયા નહીં આપે તેવું નક્કી કરી આ વ્યક્તિએ એસીબીની મદદ માગી જ્યાં ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ કે પરમાર અને તેમની ટીમ સાથે ટ્રેપીંગ અધિકારી એચ બી ગામેતી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની મદદે આવ્યા અને સરપંચને લાલચનો પાઠ ભણાવવાનું છટકું ગોઠવ્યું. સરપંચ ફતેસિંહના આંખે અને બુદ્ધી પર લાગેલા લાલચના પાટાએ છટકું સમજવા કે જોવા દીધું નહીં. આખરે એસીબીના હાથે તે પકડાઈ ગયો. એસીબીએ આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.