જય અમીન (મેરાન્યૂઝ.સાબરકાંઠા): સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલબેન રાઠોડ અને તેમની ટીમે થોડા દિવસ અગાઉ હિંમતનગરના પીપલોદી નજીકથી બાઈક પર એમડી ડ્રગ્સ સાથે પસાર થતા ઇરશાદખાન ઐયુબખાન પઠાણને દબોચી લઇ ૩૪.૮૬ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. તેને એમડી ડ્રગ્સનો જથ્થો હિંમતનગર નજીક આવેલા પાણપુર પાટીયા નજીક પતરાળી મસ્જીદની બાજુમાં રહેતા ઇરફાનખાન નિસારખાન પઠાણે આપ્યો હોવાનું જણાવ્યું હતું એસઓજી પોલીસે બંને ડ્રગ્સ માફિયા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જો કે ઇરફાનખાન પઠાણ હજુ પકડથી દૂર છે ત્યારે આ કેસમાં ઝડપાયેલ બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું છે. તેમજ ઇરફાનખાન પઠાણ રાજસ્થાન ચંદોલી ગામનો જમાઈ હોવાનું અને બોલીવુડ અભિનેતા શાહરુખના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ એક આરોપી ચંદોલીનો હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી છે.

Advertisement


 

 

 

 

 

હિંમતનગર શહેરમાંથી ૧૦ દિવસ અગાઉ એમડી ડ્રગ્સ પકડાવાના તાર રાજસ્થાનના ચંદોલી સુધી જોડાયેલા હોવાની સંભાવનાઓ જોવાઇ રહી છે અને બહુ ચર્ચિત આર્યનખાન કેસમાં એક આરોપી ચંદોલીનો હોવાનું પોલીસને જાણવા મળ્યા બાદ ચંદોલી ગામના જમાઇ અને એમડી ડ્રગ્સના હિંમતનગરના ફરાર આરોપીને ઝડપી પાડવા ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા પોલીસ એમડી ડ્રગ્સના સૂત્રધાર ઇરફાનખાન નીસરખાન પઠાણનું સસુરાલ રાજસ્થાનનું ચંદોલી ગામ હોવાથી રાજસ્થાનમાં ધામા નાખી ઠેર ઠેર છાપા મારી રહી છે ચંદોલી ગામે તપાસમાં પહોંચેલી પોલીસને મુંબઈના મધદરિયે ક્રુઝમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલ બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાન કેસનો એક આરોપી પણ ચંદોલી ગામનો હોવાનું જાણવા મળતા ચોંકી ઉઠી હતી. ફરાર આરોપી ઇરફાન ખાન નિસારખાન પઠાણ સામે રાજસ્થાનમાં નાર્કોટીક્સના ગુના દાખલ થયેલા છે અને પેડલર પાસેથી કબ્જે લીધેલ બાઇક પણ ચોરીનું હોવાનુ ખુલ્યું હતું.