મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા:  સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં સતત બીજા દિવસે માવઠું થતા અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર પથક ઠંડુગાર બન્યુ હતુ અને જિલ્લાભરમાં બદલાયેલા હવામાનની અસર વર્તાઈ હતી. સતત બે દિવસથી વરસતા વરસાદે ખેડૂતો માટે ચિંતા પેદા કરી છે કમોસમી  વરસાદના પગલે અનાજ સહીત શાકભાજી પકવતા ખેડૂતોને પણ હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે પ્રતિ વીસ કિલો એ શાકભાજી ના ભાવ માં રૂપિયા 100 થી લઇ 400 સુધીના ભાવ ગગડી જતા ખેડૂતો માટે કમોસમી વરસાદ ભારે નુકસાની નો સાબિત થઇ રહ્યો છે

કમોસમી વરસાદના પગલે સાબરકાંઠામાં શાકભાજી પકવતા ખેડૂતો માટે આફતનો વરસાદ હોય કેમ શાકભાજીના ભાવમાં અચાનક ધરખમ ઘટાડો આવ્યો છે જેમાં રૂપિયાથી લઈને અત્યાર સુધીના ભાવ ગગડી જતા ખેડૂતો માટે શાકભાજીનો પાક નુકસાની નો બની રહ્યું છે સાથોસાથ વિવિધ રોગચારો વધવાના પગલે ખેડૂતોને ઓછા ભાવ મળતા થયા છે સાથોસાથ લાંબા સમય સુધી શાકભાજી ના ટકી રહેવા સામે પણ સવાલ ઉભો થયો છે સામાન્ય રીતે હવે મોટા ભાગની શાકભાજી બારમાસી થઈ ગઈ છે પરંતુ કમોસમી વરસાદના પગલે એક તરફ ભાવ ગગડયા છે તો બીજી તરફ શાકભાજી ના છોડ તેમજ વેલા ઉપર રોગચારો પણ વધી રહ્યું છે જેના પગલે આગામી સમયમાં વાતાવરણ યથાવત્ રહે તો શાકભાજીનો પાક સંપૂર્ણ નાશ પામે તેમ છે જેથી ખેડૂતોને બેવડો માર પડે છે એક તરફ એપીએમસી માર્કેટમાં તળિયાના ભાવે શાકભાજી વેચાઈ રહી છે તો બીજી તરફ છુટક શાકભાજી નો ભાવ આજે પણ યથાવત છે સાથોસાથ દિનપ્રતિદિન કમોસમી વરસાદ યથાવત રહેતા હવે રોગચાળાનું પ્રમાણ પણ વધી રહી છે ત્યારે આગામી સમયમાં આ મામલે તંત્ર દ્વારા ચોક્કસ પગલાં નહીં લેવાય તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી

Advertisement


 

 

 

 

 

હાલના તબક્કે વાત કરવામાં આવે તો શાકભાજીમાં 20 કિલો ફુલાવર નો ભાવ એક સપ્તાહ પહેલા રૂપિયા 200 થી વધુ હતો ત્યારે હાલમાં રૂ 80 થી 120 બની છે સાથોસાથ અન્ય શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છેp જેમાં મરચા નો ભાવ એક સપ્તાહ પહેલા રૂપિયા ૩૦૦ હતો હાલમાં 20 કિલોના ભાવ માત્ર ૧૬૦ રૂપિયા છે સાથોસાથ ટામેટાનો ભાવ એક સપ્તાહ પહેલા 700 રૂપિયા હતો વર્તમાન સમય જેટલો ભાવ ગગડતા કિસાનો માટે શાકભાજીનો પાક નુકસાની ન બની રહ્યો છે

શાકભાજીના પ્રતિ 20 કિલો નોં ભાવ 

             નવો ભાવ.       જૂનો ભાવ

મરચા - 160.                300

વાલોળ - 200               400

ટામેટા - 400.                700

કોબીજ - 350.               500

રીગણ - 160.                300

ધાણા - 300.                 500

ફુલાવર - 80થી 110.       200

દૂધી - 160.                   250

લીલી મેથી - 200.           300

ગવારા.      600.            800

(સહાભાર : જય અમીન, સાબરકાંઠા)