મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ કોરોના મહામારીમાં સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ કેમ્પસમાં ગરબા રમી રહ્યા હતા ત્યારે સુરતની ઉમરા પોલીસ કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા તેમજ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાનું જણાવતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો, ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. સાબરકાંઠા ABVPએ પોલીસની દમનગીરી સામે વિરોધ નોંધાવી અધીક કલેકટરને આવેદનપત્ર આપી સુરત પોલીસ સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી.

સાબરકાંઠા ABVP ના હોદ્દેદારો અને કાર્યકરોએ સુરત પોલીસ મુર્દાબાદ મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે સાબરકાંઠા કલેકટર કચેરીએ પહોંચી જીલ્લા અધીક કલેકટરને આવેદનપત્ર આપી સુરતની વીર નર્મદ યુનિવર્સીટીમાં નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે ગુંડાગીરી અને દાદાગીરી કરનારા સુરત પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
(સહભાર: જય અમીન - સાબરકાંઠા, અરવલ્લી)