મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કક્ષાએ યોજાયેલા સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, વન નેશન વન ઇલેક્શન ની વાતો કરનારા પ્રધાનમંત્રીના રાજ્યમાં જ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું છડેચોક ભંગ કરાયો છે.

તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ લડશે સાથોસાથ છેવાડાના વ્યકતિને માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ બની ગુજરાત કક્ષાએ જીતનો માહોલ બનાવશે. જોકે આજે પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીમાં ગુજરાત ઠાકોર સેનાના સો થી વધારે કાર્યકરો જોડાતા રાજકીય ખળભળાટ સર્જાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દિન-પ્રતિદિન નજીક આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા છેવાડાના મતદારોને મનાવવાથી લઈ જીત મેળવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત સાબરકાંઠા હિંમતનગર ખાતે યોજાયેલા સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે આગામી સમયમાં આ લોકો દ્વારા મળતો આવકાર જીતમાં બદલાશે. એક ચૂંટણી એક પરિણામ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદો ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યમાં જાહેર થયેલું જાહેરનામું નિયમ વિરુદ્ધ છે. જેના પગલે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ પણ લડાશે.

મહાનગરપાલિકાથી લઇ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ ચૂંટણી લડશે અને જીત પણ મેળવશે છેલ્લા કેટલાય વર્ષોથી લોકોનો વિશ્વાસ દિનપ્રતિદિન ભાજપ વિમુખ થઈ રહ્યો છે ત્યારે ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે તેમજ આમ આદમી પાર્ટી આગામી સમયમાં ખૂબ મોટી જીત મેળવશે. તાનાશાહી સામે આમ આદમી દિલ્હી જેવી સફળતા મેળવશે તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. જોકે વિવિધ રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ગુજરાત ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ સહિત સો થી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

1. જીતેન્દ્રસિંહ પરમાર
પ્રદેશ મહામંત્રી યુવા ક્ષત્રિય સેના, ગુજરાત, પૂર્વ ઠાકોર સેના જિલ્લા પ્રમુખ, અરવલ્લી, સાબરકાંઠા,
પ્રભારી ગાંધીનગર જિલ્લો..
2. ચૌહાણ વિજયસિંહ 
તાલુકા પ્રમુખ હિંમતનગર ક્ષત્રિય સેના...