મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ જિલ્લા પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજા દરમિયાન સફાઈના મુદ્દે પોલીસ તંત્ર દ્વારા ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જેના પગલે સમગ્ર જિલ્લા પોલીસમાં ખળભળાટ સર્જાયો છે.

દશેરા તેમજ વિજયાદશમી નિમિત્તે મોટાભાગના પોલીસ મથકો તેમજ જિલ્લાના શાસ્ત્રોમાં વિશેષ પૂજા-અર્ચના થતી હોય છે. તે મુજબ જિલ્લા પોલીસવડાના હસ્તે રહેલા શસ્ત્રોનું પૂજન હાથ ધરાયું હતું. સ્થાનિક સબ ઇન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ કર્મીઓએ કોઈપણ પ્રકારની સફાઈ ન કરાતા પગલે દંડાયા છે.

જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજાની જવાબદારી સંભાળતા સબ ઇન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જિલ્લા LCB PI આર ચાવડા જણાવ્યું હતું કે, વિજયાદશમી નિમિત્તે શસ્ત્રો પૂજા દરમિયાન સ્થાનિક જગ્યા પર કોઈપણ પ્રકારની સફાઈ ન કરાયાનું ધ્યાન આવતા, આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આગામી સમય માટે જિલ્લા પોલીસ માટે પણ મહત્ત્વનો સાબિત થઈ રહેશે. જોકે જિલ્લા પોલીસ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ સર્જાયું છે. એક તરફ સફાઈના મુદ્દે સબ ઇન્સ્પેક્ટર સહિત ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે, ત્યારે જિલ્લામાં અન્ય સામે પણ આવા પગલા લેવાય તો જિલ્લાના હિત માટે આવા નિર્ણયને વધુ આવકાર મળી શકે તેમ છે. હવે આ અંગે ઠોસ નિર્ણય ક્યારે લેવાશે એ તો સમય બતાવશે.