મેરાન્યૂઝ નેટવર્ક સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે જોવામા આવે છે  સાબરડેરીમા ડિરેક્ટર તરીકે નવા લોકોને લાભ મોકો આપવામાં આવતો નથી. ડિરેક્ટરો માટે ડેરી દુઝણી ભેંસ બની ગઈ છે. ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર કરીને રૂપિયાની મલાઈ તારવી લેવા માટે જ પદ મેળવવામાં આવે છે.

સાબરડેરી દ્વારા ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે બહાર પડેલી ભરતીમાં જાતિવાદ અને જગ્યા દીઠ ૧૯ થી ૨૫ લાખનું ઉઘરાણું કરી સમગ્ર ભરતી પ્રક્રિયામાં અનામતનો છેદ ઉડાડવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવવા, સાચા બેરોજગારોને ન્યાય અપાવવા અને ભરતી પ્રક્રિયામાં અનામત લાગુ પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપિયાની સહીત સરકારમાં લેખિત રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે અન્યાય સામે જંગ લડનારા કીર્તિ પટેલે સોશ્યલ મીડિયામાં પણ ભરતી પ્રકરણ અંગે જંગ છેડી દેતા બેરોજગાર યુવાનોનું ભારે સમર્થન મળી રહેતા સાબરડેરીના સંચાલકોના પેટમાં તેલ રેડાયું છે.

ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે સાબરડેરીના વિવિધ વિભાગમાં કાયદા અને જનહિત વિરુદ્ધ જરૂરિયાત કરતા ખુબ જ વધુ ૧૮૯ જગ્યા માટે ભરતી બહાર પાડી હતી જેની છેલ્લી તારીખ ૨-૧૧-૨૦૧૯ હતી જેમાં જે અર્થે ડેરીના ચેરમેન તથા કેટલાક બોર્ડના સભ્યો દ્વારા સદર ભરતી મેરીટ અને લાયકાતના આધારે ન કરાવી પડે તે માટે ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે મોટી લેવડ દેવળ કરી, કરાવી સરકારને ગેરમાર્ગે દોરી નિકટના સ્વજનો અને મિત્રોની ભરતી કરવા બોગસ ઠરાવો અને દરખાસ્તો આધારિત ભરતી કરવા તજવીજ હાથધરી હોવાનું જણાવ્યું હતું સરકારી,સહકારી અને ડેરીક્ષેત્રના નિયમોનો સરેઆમ ઉલાળિયો કરી નામદાર કોર્ટના ચુકાદાનું ઉલ્લઘન કરવામાં આવ્યું હોવાનું અને આરક્ષણ કોટાની પણ જોગવાઈ રાખી નથી સાબરડેરીની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે સરકારી એજન્સી મારફતે કરાવવામાં આવેની માંગ કરી હોવાનું અને આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરી મહેનતુ ગરીબ પછાત શિક્ષિત સાચા બેરોજગારોને અન્યાય ન થાય તે સરકારએ જોવું જોઈએ.

સાબરડેરીમાં વર્ષોથી લાયકાત વિહોણા માત્ર ચોક્કસ પટેલ સમાજની ભરતી કરવામાં આવે છે એસ.સી, એસ.ટી, ઓબીસી તથા લઘુમતી, વિચરતી અને સવર્ણ જાતિના આર્થિક પછાત સમાજના મેરિટવાળા શિક્ષિત યુવક-યુવતીઓની મેરિટના આધારે ભરતી ન કરી અન્યાય કરવામાં આવે છે સાબરડેરીમાં સત્તાધીશો ડેરીમાં ગોઠવાયેલા ભાજપના અને વિપક્ષના આગેવાનો,રાજકીય અને સહકારી આગેવાનો સાથે મીલીભગત થી અત્યારસુધી ભરતી પ્રક્રિયા કરવામાં આવતી હોવાની સાથે સાબરડેરીની સ્થાપના થયા થી અત્યારસુધી થયેલી ભરતીનું જાતિગત વર્ગીકરણ કરી આંકડા જાહેર કરવા તથા સૂચિત મંડળીઓ કેન્દ્રોના પણ રજુ કરવામાં આવે જેથી સાચા તથ્યો બહાર આવી શકે તેમ છે.

૧૮૯ ની ભરતી માટે વધુ ફોર્મ ના આવે તેથી રજાના દિવસની તકેદારી રાખી જાહેરાત આપી જેથી ભરતીમાં ઉમેદવારો ઓછા ફોર્મ અને ૪૦ કરોડ થી વધુનો ભ્રષ્ટાચાર આદરવા માટે  કાવાદાવા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

સહકારી માળખામાં રાજકીય વ્યક્તિઓએ પગપેસારો કર્યો ત્યારથી છેલ્લાં 40 વર્ષથી ખાટા ખર્ચાઓ વધી ગયા છે અને તમામ ડેરીઓમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જ્યારથી રાજકીય લોકો આવ્યા છે ત્યારથી દૂધ મોંઘું થયું છે અને પશુપાલનોને વળતર ઓછું થયું છે. ભ્રષ્ટાચારના કારણે સામાન્ય પ્રજાએ મોંઘું દૂધ ખરીદ કરવું પડે છે.