મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ અમરેલી ખાતે આજે વિજય રુપાણી મુલાકાતે છે ત્યારે તેમના મુલાકાત પહેલા જ અહીં ભાજપના જ એક નેતાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને તેમની સામે રજૂઆત કરી છે. સ્વાભાવીક છે કે ખેડૂતો, સમાન્ય જનતા દ્વારા જ્યારે પણ આ અંગેની વાત જાહેરમાં મુકી ત્યારે ત્યારે ભાજપના વિકાસનું પ્રતિબિંબ તેમની સામે મુકાયું હતું. તેમને કેટલી મદદ મળી આ રજૂઆતોથી તે તો મદદ મેળવનારા અને ન મેળવનારા જ જાણે છે. ભાજપના જ અહીંના સ્થાનિક નેતાએ મુખ્યમંત્રી તરીકે તેમને ખેડૂતોની ચિંતા કરવાની સલાહ આપી છે સાથે જ બની શકે તેટલી મદદ કરવા અંગે વિનંતી કરી છે. તેમણે ખેડૂતો વતી પોક મુકીને સ્થાનિક પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીને સજાગ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. 
ભાજપના નેતા શરદ લાખાણી દ્વારા આજના મુખ્યમંત્રી વિજય રુપાણીના કાર્યક્રમ અગાઉ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પોતાની વાત મુકી હતી. તેમણે કરેલી રજુઆત અહીં શબ્દશઃ દર્શાવાઈ છે.
' જય જવાન
જય કિસાન
જય સહકાર
મા. શ્રી રૂપાણી સાહેબ
આપ ખરેખર મહાન છો, દરયા જેવડૂ દીલ ઘરાવો છો આપ મુઠી ઊચેરા માનવી છો, આપ એક મળવા જેવા માનવ છો આપ મીષછામી દુકડમ્ ને સાથૅક છો આપ ઞુજરાત ના નાથ -રાજા છો, એક મુખ્ય મંત્રી શ્રી ને શોભે તેવો નિર્ણય લીધો છે આપ આગામી તારીખ 20/11/19 ના રોજ સહકારી કાયૅકૃમ મા પઘારો છો ત્યારે.....
આ જીલ્લા મા અગાઉ આપનો વિરોધ જઞ જાહેર છે જે કાલા વાવટા -પોસ્ટર -બેનર કે આપના પુતળા દહન સુધી ના કાયૅકૃમ થયા છે
ત્યારે પણ અમરેલી પઘારો છો તો હું ટીમ સઞઢન -પંચાયત - સહકાર વતી અને જીલ્લા ની જનતા વતી દીલો જાન થી સવાઞત કરૂ છુ
સાહેબ એક કાયૅકતા છું મયૉદા સમજુ છું છતાં આપ પધારો છો તો આપના માયાળુ ઘ્યાનમાં સાચી વાત મુકવી એ મારી ફરજ અને સંસ્કાર છે....
સાહેબ, આ જીલ્લા નો ખેડૂત - ઞરીબ - મજદૂર કુદરતની આફત નો ભોગ બન્યા છે તેથી તે ખૂબજ દુઃખી છે ત્યારે આપશ્રી બની શકે તેટલી મદદ કરવા વિનંતી કરૂછુ
હુ આપ શ્રી નુ ઉષમા ભેર સવાઞત નય કરી શકુ કારણ કે હું અનીવાયૅ સજોઞ બહાર છું....
કાયૅકૃમ ની સફળતા ઈછતો...
આભાર
જય જય વેલી.....
અમરવેલી.....
અ-મરેલી
આપનો
શરદ લાખાણી
108--ભાજપ -અમરેલી'