મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં જ નિર્ભયા કેસમાં દોષિતોને ફાંસી આપવામાં આવે તેવી તૈયારીઓ જોવા મળી રહી ચે. જોકે હજુ સુધી તેની તારીખ પર અંતિમ નિર્ણય જાહેર થયો નથી. એક આરોપીએ રાષ્ટ્રપતિ પાસે પુનર્વિચાર અરજી કરી છે, જેના પર પણ નિર્ણય થવાનો બાકી છે. પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે બધાને જલ્દી જ ફાંસી આપી દેવાશે. પણ હાલ એક બાબત આપ સમક્ષ મુકી રહ્યા છે કે જ્યારે કોઈને ફાંસી અપાય છે તો તેના નિયમો શું શું છે અને તેની સાથે કોને કોને હાજર રાખવામાં આવે છે. શું હોય છે બ્લેક વોરંટ, તમામ જાણકારી અહીં દર્શાવાઈ છે.

સર્વ પ્રથમ જાણીએ બ્લેક વોરંટ શું છે, નિયમોના આધાર પર બ્લેક વોરંટ લોઅર કોર્ટ દ્વારા ઈશ્યૂ કરવામાં આવે છે. ભલે જ બ્લેક વોરંટ કોર્ટના માધ્યમથી ઈશ્યૂ થતું હોય પણ ફાંસીના સમયે જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નિર્ધારિત કરાય છે. તે પછી કોર્ટને સુપ્રિટેન્ડેન્ટ નક્કી કરાયેલો સમય કહે છે. જ્યાં એક વાર વોરંટ ઈશ્યૂ થઈ જાય તો ફાંસીથી જોડાયેલી તમામ તૈયારીઓમાં પણ મોડું થતું નથી. નિયમો મુજબ જેલ મૈન્યુઅલમં બ્લેક વોરંટ ઈશ્યૂ થયાના 15 દિવસ બાદ ફાંસી આપવામાં આવે છે. પણ આ નિયમ થોડા સંજોગોમાં સરકાર દ્વારા બદલાઈ શકે છે.

ટ્રાયલ કોર્ટ દ્વારા બ્લેક વોરંટ ઈશ્યૂ કર્યા બાદ સેશન જજ અને ડીજી જેલ સુપ્રીટેન્ડેન્ટને ફાંસીનો સમય બતાવાય છે. જોકે ફાંસીના સમયે જેલમાં ઘણો ગમગીન માહોલ હોય છે તેથી તમામ કેદી પોતાના બેરેકમાં બંધ હોય છે. આ પાંચ વ્યક્તિઓને ફાંસી વખતે સાથે રાખવામાં આવે છે જેમાં જેલ સુપ્રિટેન્ડેન્ટ, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ (રેસીડેન્ટ મેડીકલ ઓફીસર), ચિકિત્સા અધિકારી (ડોક્ટર), મેજિસ્ટ્રેટ અથવા એડીએમઆઈનો સમાવેશ થાય છે.