મેરાન્યૂઝ નેટવર્ક, ગૌહાટી:  આસામ પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ રીતે સફળ ન થઈ, પણ ભાગલા પડીને પાકિસ્તાન બની ગયું.

મોહન ભાગવતે ગૌહાટીમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની હાજરીમાં NRC-CAA પર લખેલા એક પુસ્તકને લોન્ચ કર્યું. તેઓએ CAA-NRC પર મુસ્લિમોની આશંકા દૂર કરવાના પ્રયાસ કર્યા, અને કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે. જે રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવે છે.

Advertisement


 

 

 

 

 

ભાગવતે કહ્યું કે આઝાદી પછી દેશના પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે અલ્પસંખ્યકોનું ધ્યાન રાખવામાં આવશે અને આજ દિવસ સુધી એવું કરવામાં આવ્યું છે. અમે પણ એમ જ કરતા રહીશું. CAAને કારણે કોઈ મુસ્લિમોને નુકસાન નહીં થાય. સિટિઝનશિપ એક્ટ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે જેથી પાડોશી દેશોમાં પરેશાન અલ્પસંખ્યકોને સુરક્ષા આપી શકાય. જો બહુસંખ્યક પણ કોઈ ડરના કારણે આપણાં દેશમાં આવવા માગે છે તો અમે તેમની પણ મદદ કરીશું.