મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને તેમજ અન્યને વિદેશીમાં નોકરી અને જમીનના મામલે શીશામાં ઉતારી ૧.૮૨ કરોડ ની છેતરપીંડી આચરવામાં આવી હોય જે મામલે તાલુકા પોલીસમાં છેતરપીંડીનો ગુન્હો નોંધાયો છે.

બનાવની વિગતો મુજબ મોરબીના લીલાપર ગામના રહેવાસી જીગર કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૨૧) એ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી મુકેશ જેઠા પટેલ, હંસાબેન મુકેશભાઈ પટેલ, યશ મુકેશ પટેલ અને પૂજા મુકેશ પટેલ રહે ચારેય અમદાવાદ માધવ હોલ એકલવ્ય સ્કૂલ વાળાએ વર્ષ ૨૦૦૮ થી માર્ચ ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન આરોપીઓએ કાવતરું રચી ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈને ફરિયાદીને ઓએનજીસીમાં નોકરી અપાવવા તેમજ સાહેદોને વિદેશમાં નોકરી ધંધો કરવા મોકલવા અને જમીન તેઓના નામે કરી આપવાના બહાના હેઠળ જુદા જુદા સમયે રૂપિયા પડાવ્યા હતા જેમાં ફરિયાદીની માતાના દાગીના કીમત ૬,૨૫,૦૦૦ સહીત કુલ ૧,૮૨,૦૦,૦૦૦ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે ચારેય શખ્શો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે