મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના બેડામાં શામેલ થવા માટે પાંચ રાફેલ વિમાનોનો પહેલો સેટ અંબાલાના એરફોર્સ બેઝ પર આવી ચુક્યો છે. આ પાંચેય વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલોટ લઈને આવ્યા છે. આ પાયલોટની ટીમમાં એક પાયલોટ ગુરુગ્રામના રોહીત કટારિયા પણ શામેલ છે.

સેક્ટર 56ના દેવેન્દ્ર વિહારના નિવાસી રોહીત કટારિયા દોઢ વર્ષ સુધી પેરિસમાં પ્રશિક્ષણ લીધા પછી બુધવારે રાફેલ વિમાનને લઈને અંબાલા પહોંચ્યા હતા. અહીં પહોંચતા જ તેમને ગ્રુપ કેપ્ટન તરીકેની કમાન સોંપી દેવામાં આવી છે. અહીં બઢતી તેમને ત્રણ મહિના પહેલા જ મળી હતી. વિદેશમાં હોવાને કારણે તે લાગુ ન્હોતી થઈ શકી.

પિતા કર્નલ રતબીર સિંહ વર્ષ 2012માં કપૂરથલા સ્થિત સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ પદથી સેવાનિવૃત્ત થયા હતા. માતા રાજમતિ ગણિતના શિક્ષિકા પદથી નિવૃત્ત થયા છે. સતબીર સિંહએ કહ્યું કે રોહિતની નાની બહેન ઋતિકા ડેંટલ સર્જન છે. એક જાન્યુઆરી 1982 એ ગુરુગ્રામના ગામ બસઈમાં જન્મેલા રોહિત તથા તેમની બહેન ઋતિકાનું ભણતર સૈનિક સ્કૂલમાં થયું છે.

ધો. 12 પછી વર્ષ 1999માં રોહીત એનડીએમાં જતા રહ્યા હતા. અહીં રહેતા તેમણે પોતાનું ભણતર પુરુ કર્યું. એરફોર્સમાં રહેતા રોહિતને તમામ ફાઈટર વિમાન સુખોઈ, મિરાજ, તેજસ, મિગ 21, જેગુઆર ઉડાવવાનો અનુભવ છે. હવે રાફેલ લાવવા માટે તેમની તૈનાતી દોઢ વર્ષ પહેલા પેરિસમાં કરાઈ હતી.

અહીં ફ્રાંસ એરફોર્સએ તેમને રાફેલ ઉડાવવાનું પ્રશિક્ષણ આપ્યું હતું. અંદાજે ત્રણ મહિના પહેલા તેમને ગ્રુપ કેપ્ટન તરીકે પદભાર આપી દેવાયો હતો, પણ નિયમ અનુસાર તે બઢતી રોહિતને તેમના ભારત પાછા આવ્યા પછી જ મળવાની હતી. બુધવારે રાફેલ સાથે જ્યારે તે અંબાલા પહોંચ્યા ત્યારે તેમને બઢતીના આદેશ પણ લાગુ થઈ ગયા હતા.

સતબીર સિંહનું કહેવું છે કે, રોહિતની બહેન ઋતિકાએ આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સથી ભણતર પુરુ કર્યું છે. વર્તમાનમાં તે લોકો દીકરીના ઘરે ગ્વાલિયરમાં છે. તેમણે કહ્યું કે આ તેમના માટે જ નહીં પણ દેશ માટે અત્યંત ગર્વનો અનુભવ છે. અંબાલા એરબેઝથી તે પરિવારને મળવા માટે પોતાની બહેનના ઘરે ગ્વાલીયરમાં જશે.