મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધીના પતિ અને બિઝનેશમેન રોબર્ટ વાડ્રાએ રાજકારણમાં આવવાના સંકેતો આપ્યા છે. પોતાના ફેસબુક પર પોસ્ટ લખતાં તેમણે કહ્યું કે, એક વખત આરોપ-પ્રત્યારોપ ખત્મ થઈ જાય પછી લોકોની સેવા કરવા માગું છું. ઉલ્લેખનીય છે કે તેમની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા હમણા જ કોંગ્રેસના મહાસચિવ બન્યા છે. લોકસભાની ચૂંટણી માટે રાહુલે તેમને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે.

વાડ્રાએ તાજેતરમાં કરેલી ફેસબુક પોસ્ટ પરથી એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે, મની લોન્ડરિંગ કેસમાંથી પોતાનું નામ દૂર થયા બાદ રોબર્ટ વાડ્રા દેશવાસીઓની કરવાની ભૂમિકા નિભાવવા તૈયાર છે.

ફેસબુક પોસ્ટ પર વાડ્રાએ લખ્યું કે, વર્ષોમાં અર્જિત કરવામાં આવેલા અનુભવ અને સમજણને વ્યર્થ ન જવા દેવાય. મને લાગે છે કે તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. સમય પ્રચાર માટે લગાવ્યો છે. દેશના અનેક ભાગમાં હું ચૂંટણી સમયે ગયો પરંતુ ઉત્તરપ્રદેશ તેના માટે ઘણું મહત્વનું છે. અહીં લોકો માટે કામ કરીને નાના નાન બદલાવ લાવવા માંગુ છું જે લોકો માટે ફાયદાકારક હોય. 

હાલ વાડ્રા મની લોન્ડ્રિંગ અને ગેરકાયદેસર રીતે જમીન ખરીદવા જેવાં મામલે EDની તપાસનો સામનો કરી રહ્યાં છે. 49 વર્ષના વાડ્રાનો આરોપ છે કે દેશની પ્રવર્તમાન સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર તેમના પર નિશાન સાધી રહી છે.

તેમનું કહેવું છે કે તેઓ અનેક સંસ્થાઓ થકી સમાજસેવાનું કામ કરે છે. તેમની ફેસબુક પોસ્ટ પણ તમામ એવી તસવીરોથી ભરેલી છે, જેમાં તેઓ સમાજસેવા માટે કામ કરતા જોવા મળે છે. તેમના નજીકના જગદીશ શર્મા પણ આ પ્રકારના ફોટો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરે છે. વાડ્રાએ આ પહેલાં પણ રાજકારણમાં આવવાના સંકેત આપ્યાં હતા. તેઓ રાયબરેલી અને અમેઠીની મુલાકાતે પણ ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે એક દશકા પહેલાં તેઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક પણ હતા, પરંતુ ત્યારે તેઓને રોકવામા આવ્યાં હતા. 

વાડ્રાએ લખ્યું છે કે, આ તમામ વર્ષોના અનુભવ અને શીખને એળે જવા દેવાને બદલે તેનો વધુ સારો ઉપયોગ થવો જોઈએ. મારી ઉપર લાગેલા તમામ આરોપો પૂર્ણ થયા બાદ મને હવે લાગે છે કે મારે લોકોની સેવા મારવામાં એક મોટી ભૂમિકા સમર્પિત ભાવે નિભાવવી જોઈએ