મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ આપણે ત્યાં રોડ રસ્તાને લઈને લોકો તો ત્રાહિમામ પોકારી જ ગયા છે, રોડની ક્વોલીટી એવી હોય છે કે ઘણીવાર તો મંગળ પર વાહન ચલાવતા હોય તેવી ફિલિંગ આવવા લાગે. આવા જ લોકોને સ્પર્શતા મુદ્દા પર રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર સિંગ ગુઢાનું નિવેદન જદયુ (રાષ્ટ્રીય જનતા દળ) લાલુ પ્રસાદ યાદવનું નિવેદન યાદ આવી જાય છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે બિહારના રસ્તા તો હેમા માલિનીના ગાલો જેવી... જેના 16 વર્ષ પછી રાજેન્દ્ર સિંગ ગુઢાએ કહ્યું કે, કેટરીના કેફના ગાલ જેવા રસ્તા હોવા જોઈએ. જોકે તેમના આ નિવેદનથી મુખ્યમંત્રી ગહેલોત નારાજ થયા છે.

Advertisement


 

 

 

 

 

રાજસ્થાનના અશોક ગહેલોત સરકારમાં સૈનિક કલ્યાણ રાજ્ય મંત્રી રાજેન્દ્ર સિંગ ગુઢાની ઈચ્છા છે કે રસ્તા કેટરીના કેફના ગાલ જેવા હોવા જોઈએ. નિવેદન ત્યારે આપ્યું જ્યારે મંત્રી પ્રવાસન ગામડા સાથે અભિયાન અંતર્ગત રાજ્યના ઝુંઝુંનુના પૌખ ગામમાં હાજર હતા. અહીં પીડબ્લ્યૂ ડીના સીનિયર ઈંજીનિયર તેમને રસ્તાઓ અંગે જાણકારી આપી રહ્યા હતા. આ દરમિયાન મંત્રીએ માઈક પકડ્યું અને માઈક હાથમાં આવતા જ બોલ્યા.

તેમણે કહ્યું કે, રસ્તા બનવા જોઈએ. હેમા માલિનીના ગાલ જેવા.. પછી પોતાની જ વાતને કાપી બોલ્યા, હેમા માલિની તો હવે વૃદ્ધ થઈ ગઈ છે. પછી મંત્રી મહોદય ત્યાં ઉપસ્થિત લોકોને પુછવા લાગે છે. આજકાલ કઈ અભિનેત્રી છે પેલી? મને નામ યાદ નથી આવતું. મંત્રીના પ્રશ્ન પર ઉપસ્થિત લોકોએ જવાબ આપ્યો કે કેટરીના કૈફ. તો રાજેન્દ્ર સિંગ ગુઢા બોલ્યા, સાંભળો એસઆઈ સાહેબ, રસ્તા કેટરીના કૈફના ગાલ જેવા બનવા જોઈએ. જેના પર હાજર લોકો જોર જોરથી હસવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જાણિતા અભિનેત્રી અને મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનાવવાના સપના રાજનેતા વર્ષોથી લોકોને બતાવી રહ્યા છે. વર્ષ 2005માં લાલુ પ્રસાદ યાદવે બિહારના રસ્તા માટે આવું કહ્યું હતું કે હેમા માલિનીના ગાલો જેવા રસ્તા બનશે. તે પછી ઉત્તર પ્રદેશના તત્કાલીન મંત્રી રહેલા રાજારામ પાંડેએ વર્ષ 2013માં સારા રસ્તાની તુલના હેમા માલિનીના ગાલ સાથે કરી હતી. તે પછી વર્ષ 2019માં મધ્ય પ્રદેશના મંત્રી પીસી શર્માએ રાજ્યમાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયના ગાલ જેવા રસ્તા હોવા અને હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનવા અંગે નિવેદન આપ્યું હતું. તે જ વર્ષે 2019માં છત્તીસગઢના એક મંત્રી કવાસી લખમાએ પણ હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનવા પર નિવેદન આપી વિવાદ છંછેડ્યો હતો.

Advertisement


 

 

 

 

 

રાજેન્દ્ર સિંગ ગુઢાના કેટરીના કૈફના ગાલ જેવા રસ્તા બનાવવાના નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત નારાજ થયા હતા અને મંત્રીને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. તેમણે ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરતમાં કહ્યું કે, રાજસ્થાન હોય કે અન્ય રાજ્ય કોઈ પણ વ્યક્તિ હોય, તેમણે મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. મર્યાદાથી બહાર જઈને રાજનીતિ કરશે તો તેને પસંદ કરવામાં આવશે નહીં. ગહેલોતે ગુઢા સંદર્ભમાં કહ્યું કે, મને ખબર નથી અમે તે બાબતની જાણકારી મેળવીશું કે આ ક્યાં અને શું કહ્યું. ઘણી વાર સંદર્ભ બદલાઈ જાય છે. કહેવાનો મતલબ શું હોય અને ચાલી કશું બીજું જતું હોય છે. પણ માણસે મર્યાદા રાખવી જરૂરી છે.