મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જુન 2021થી દેશમાં ફક્ત બ્રાંડેડ હેલમેટનું જ વેચાણ થશે. આ નિયમ લાગુ થયા બાદથી ખરાબ ક્વોલિટીનું લોકલ હેલમેટ વેચવો પણ ગુનો કહેવાશે એટલું જ નહીં લોકલ (હલકી ગુણવત્તા વાળું) હેલમેટનું પ્રોડક્શન પણ ગેરકાયદેસરનું માનવામાં આવશે. કેન્દ્ર સરકારે મજબૂત, હલ્કા અને સારી ગુણવત્તા વાળા બ્રાંડેડ હેલમેટના વેચાણમાં વેચાણ માટે નવો કાયદો લાગુ કરી દીધો છે, જે દેશમાં એક જુન 2021થી લાગુ પડશે. આ માટે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ 26 નવેમ્બરે વધુ સૂચનો જાહેર કરી દીધા છે. આ નવા કાયદામાં લોકલ કે નકલી હેલમેટ બનાવવા અને વેચવા બંને પર દંડ અને જેલ થવા જેવી જોગવાઈઓ કરી છે.

સરકાર તરફથી લાગુ થયેલા નવા નિયમોમાં પહેલીવાર હેલમેટને ભારતીય માનક બ્યૂરો (બીએસઆઈ)ની લિસ્ટમાં શામેલ કરવામાં આવશે. સરળ શબ્દોમાં સમજીએ તો હવે હેલમેટ બનાવનારી કંપનીઓને બજારમાં વેચાણ કરતાં પહેલા હેલમેટને બીએસઆઈથી પ્રમાણિત કરવાનું ફરજિયાત બનશે. દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સતત ટ્રાફિકના નિયમો અને રોડ સેફ્ટીને લઈને બદલાવો કરવામાં આવી રહ્યા છે. વર્ષ પહેલા મોદી સરકાર દ્વારા મોટર વ્હીકલ સંશોધન કાયદો લઈને આવી હતી, જેમાં પરિવહનના નિયમોને તોડવા સામે દસ ગણો વધુ દંડ લેવા સુધીની જોગવાઈઓ મુકવામાં આવી હતી.

આ શૃંખલામાં હેલમેટના ઉપયોગ અને વેચાણ પ્રતિબંધોને લઈને કેન્દ્ર સરકાર નવો કાયદો લઈને આવી છે. નવા નિયમ અંતર્ગત લોકલ હેલમેટ પહેરીને દ્વી-ચક્રી વાહન ચલાવનારા વ્યક્તિ પર 1000 રૂપિયાનો દંડ લેવાય તેમ છે. આ ઉપરાંત હવે લોકલ હેલમેટ બનાવવા અને તેના વેચાણ કરનારાઓ પર પણ દંડ અને સજાની જોગવાઈઓ કરાઈ છે. 

લોકલ હેલમેટ બનાવનારાઓને રૂપિયા 2 લાખનો દંડ થશે. આ નવા કાયદામાં જેલની પણ જોગવાઈ શામેલ કરવામાં આવી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પહેલી વાર આ જોગવાઈને બૂએસઆઈની યાદીમાં શામેલ કરી છે.

ભારતમાં રોજ સરેરાશ 119 લોકોના મોત હેલમેટ ન લગાવ્યાથી થયેલા અકસ્માતમાં થાય છે. એટલે કે હેલમેટ પહેરવાનું ટાળવાને કારણે દર કલાકે પાંચ વ્યક્તિ રોડ દૂર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવે છે. વર્ષ 2017માં હેલમેટ ન પહેરવાને કારણે 35975 લોકો રોડ દૂર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. 2018માં આ આંકડો 21 ટકા વધ્યો અને 43600 સુધી પહોંચ્યો હતો.

રોડ દૂર્ઘટનામાં થનારી મોતનું એક મોટું કારણ હેલમેટની ખરાબ ક્વોલીટી પણ હોય છે. તજજ્ઞોનું કહેવું છે કે લોકડ હેલમેટનો ઉપયોગ ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. આને લઈને કેન્દ્ર સરકાર નવા કાયદા લાવી રહી છે.