મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ દેશની સેવા અને મહિલા સશક્તિકરણ માટે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા રાજનીતિમાં સક્રિય થઇ ગયા છે. લોકસભા પૂર્વે  જ ભાજપનો પલ્લવ પકડી રાજનીતિમાં જોડાયેલ રિવાબાને લઈને સ્થાનિક રાજનીતિ તેજ થઇ ગઈ છે. રિવાબા  આગામી લોક્સભાના ઉમેદવાર તરીકે મજબુત દાવેદાર ગાંવમાં આવે છે. હજુ ભાજપા પ્રવેશ કર્યાને મંદ પખવાડિયું જ થયું છે ત્યાં રિવાબા ને લઈને જામનગરનું રાજકારણ ગરમાયું છે. પોતે રાજનીતિમાં સક્રિય થયા છે તેનો તાગ આજે વધુ એક વખત મળ્યો છે. આજે ક્ષત્રીય સમાજની મહિલાઓ સાથે રિવાબા જીલ્લા પોલીસવડાની ઓફિસ પહોંચ્યા હતા.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાના કારણે હાલ જીલ્લાભરનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરતા જ રિવાબા લોકસભા લડે છે એવી અટકળો વહેતી થતા એકાએક રાજકીય સમીકરણો બદલાવવા લાગ્યા છે. ત્યારે રિવાબા પણ રાજનીતિમાં સક્રિય થઇ ગયા છે. હાલ રિવાબા  ભાજપાના અને સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયા છે. આજે જામનગર જીલ્લા પોલીસ વડા કચેરી પહોંચી એસપી શરદ સિંઘલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આગામી તા. 21 ના રોજ ધુળેટીનું પર્વ ધામધુમથી ઉજવવામાં આવશે. રંગોના આ પર્વની તમામ ભાઇઓ-બહેનોએ ઉજવણી કરવી જોઇએ પરંતુ દર વખતે અમુક વિસ્તારોમાં અસામાજીક તત્વો દ્વારા અને જાહેરમાર્ગ પર નિર્દોષ મહિલાઓ પર કલર ઉડાવી માનભંગ કરતા હોવાના બનાવો બનતા આવ્યા છે. ત્યારે આગામી ધુળેટીમાં પોલીસ કડક કાર્યવાહી કરી આવા શખ્સો બહાર ન આવે તે માટે જાહેરમાં રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકી કાર્યવાહી કરવાની કરણી સેનાના પ્રમુખ રિવાબા જાડેજાએ માગણી કરી છે. રિવાબાની સક્રિયતા જોતા લોકસભા રિવાબા ચૂંટણી લડશે એવી ગણતરીઓ મંડાઈ છે.