મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રિબડાના અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા પોતાના રીબડા ગામની સીમમાં રીબ તરફ જવાના રસ્તે રીબડા ગામ નજીકમાં આવેલ વાડીએ મકાનમાં રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા મારફતે જુગાર ક્લબ ચલાવતા હોવાની બાતમી પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળી હતી. તેમજ બહારથી આવતા જુગારીઓને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી, જુગારનો અખાડો ચાલતો હોવાની માહિતી પણ તેઓને મળી હતી. જેના આધારે રીબડા ગામે છેલ્લા ઘણા વખતથી ચાલતા જુગાર કલબ પર રેન્જ આઈ.જી સંદિપસિંહ, જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણાની સૂચના રાહબરી હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના આધિકારી તથા સ્ટાફે દરોડો પડ્યો હતો. 
 
આ દરોડામાં જુગાર રમતા
(૧) રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (જાતે- દરબાર ઉ.વ. ૪૨ રહે. ખરેડી ગામ તા. કાલાવડ)
(૨) હાર્દિકભાઇ સુરેશભાઇ રૈયાણી (જાતે- પટેલ ઉ.વ. ૩૦ ધંધો- વેપાર રહે. રાજકોટ, ૮૦ ફુટ કુવાડવા રોડ, કૃષ્ણપાઠ -૨)
(૩) બાલમુકુંદ સવજીભાઇ આંબલીયા (જાતે- પટેલ ઉ.વ. ૪૩ રહે- જેતપુર, ડોબરીયા વાડી, કાશીવિશ્વનાથ મંદિર પાસે)
(૪) જલ્પેશભાઇ કિર્તીભાઇ પંડયા (જાતે- બ્રાહાણ ઉ.વ. ૩૧ રહે. જામનગર, એરફોર્સ રોડ, સત્યમ કોલોની શેરી નં. ૧)
(૫) નીરૂભા મેરૂભા જાડેજા (જાતે- દરબાર ઉવ. ૪૫ ધંધો- હોટલ રહે. ખંઢેરા તા. કાલાવડ જી.જામનગર)
(૬) ઘનશ્યામસિંહ દિલભા જાડેજા (જાતે- દરબાર ઉ.વ. ૩૪ રહે. જામકંડોરણા, મેઇન બજાર, ડો. મહેતાના દવાખાના પાસે)
(૭) રામભાઇ નારણભાઇ લાવડીયા (જાતે- આહિર ઉ.વ. ૩૪ રહે. રાજકોટ, ગોંડલ રોડ, શીવનગર શેરી નં. ૧૧,)
(૮) રવિન્દ્રભાઇ એભલભાઇ મોયા (જાતે- કાઠીદરબાર ઉ.વ. ૪૫ રહે. જેતપુર, ખોડપરા શેરી નં. ૧૪/ડી, સુર્યપ્રકાશ')
(૯) અંકિતભાઇ દિનેશભાઇ ભાણવડીયા (જાતે પટેલ ઉ.વ. ૩૪ રહે. રાજકોટ, ઇન્દીરા સર્કલ, રવિન પાર્ક-૨)
(૧૦) દિપકભાઇ મગનભાઇ વસાણી (જાતે લોહાણા ઉ.વ. ૬૧ રહે. રાજકોટ, ઇન્દીરા સર્કલ, પાર્થ એપાર્ટમેન્ટ)
(૧૧) ગોવિંદભાઇ મેરામભાઇ ચાવડા (જાતે- આહિર ઉ.વ. ૩૮ રહે. બેરાજા, વાડી વિસ્તાર તા- ખંભાળીયા)
(૧૨) કિશનભાઇ ધનસુખભાઇ કાપડી (જાતે- બાવાજી ઉ.વ. ૨૦ ધંધો- ખેતી રહે- બેરાજા ગામ નદી પાસે તા. ખંભાળીયા)
(૧૩) કાનાભાઇ નારણભાઇ કાંબરીયા (જાતે- આહિર ઉ.વ. ૪૨ રહે. જામખંભાળીયા બેઠક રોડ, મહાપ્રભુજી મંદિર પાસે)
(૧) રમેશભાઇ મોહનભાઇ મુંગરા (જાતે- પટેલ ઉ.વ. ૪૫ રહે. જામનગર, મેહુલનગર, ટેલીફોન એક્સચેન્જ પાસે)
(૧૫) ઇલીયાસભાઇ રજાકભાઇ બેલીમ (જાતે- સીપાઇ ઉ.વ. ૨૯ રહે. જેતપુર, ખોડપરા, દેવયાની એપાર્ટમેન્ટ પાસે,)
(૧૬) ધર્મેશભાઇ ભુપતભાઇ મકવાણા (જાતે- કોળી ઉ.વ. ૨૦ રહે. રીબડા ગામ તા. ગોંડલ જી.રાજકોટ)
(૧૭) કિશોરભાઇ જેન્તીભાઇ બાથાણી (જાતે- પટેલ ઉ.વ. ૪૮ રહે. જુનાગઢ, ઝાંઝરડા રોડ, ખાખીનગર)
(૧૮) અતુલભાઇ જેરામભાઇ હાપલીયા (જાતે- પટેલ ઉ.વ. ૩૯ રહે- રાજકોટ, કુવાડવા રોડ, નારાયણનગર શેરી નં. ૫)ની  ધરપકડ કરી વાડી માલિક રીબડા ના  અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા જે દરોડામાં ફરાર થઈ ગયા હોય તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે રોકડા રૂ. ૮,૧૩,૦૦૦,૨૩ મોબાઇલ ફોન કિ.રૂ. ૧,૨૬,૦૦૦,એક ફોરવ્હીલ વાહન કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦ સહિત  કુલ
કિ.રૂ.૨૪,૩૯,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.