મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (રિયા ચક્રવર્તી) ને સોશિયલ મીડિયા પર બળાત્કાર અને મોતની ધમકીઓ મળી હતી. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ શેર કરવા સાથે સાયબર સેલને પણ ટેગ કર્યું છે. રિયા ચક્રવર્તીએ તેને મળેલી ધમકીઓ પર લાંબી પોસ્ટ શેર કરતા લખ્યું કે બહુ થઈ ગયું છે હવે. અભિનેત્રીએ કહ્યું કે, મને ખૂની કહેવામાં આવે છે, હું ચૂપ રહી. મને લોભી કહેવામાં આવ્યું, છતાં હું ચૂપ રહી, પરંતુ મારું મૌન તમને આ અધિકાર કેવી રીતે આપે છે કે તમે મને કહો કે મારો રેપ થાય, મારી હત્યા કરી દેવાય. જો આપે કહ્યું છે, શું આપ તેની ગંભીરતા પણ સમજો છો. આ ગુનો છે અને કાયદા મુજબ કોઈ આ ચીજથી શિકાર ન બનવો જોઈએ. હું સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને સાઈબર ક્રાઈમ ઈન્ડિયાને નિવેદન કરું છું કે તેના સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. બહુ થઈ ગયું હવે.

રિયા ચક્રવર્તીની આ પોસ્ટ પર બોલિવૂડ એક્ટર સાકિબ સલીમે પણ ટિપ્પણી કરી હતી. તેણે લખ્યું, "મજબૂત રહે રિયા. કોઈએ પણ આ જુલમનો શિકાર ન બનવું જોઈએ." જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ થોડા દિવસો પહેલા સુશાંત સિંહ રાજપૂત વિશે એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તે અભિનેતા સાથે જોવા મળી હતી. આ તસવીરો શેર કરતા રિયા ચક્રવર્તીએ લખ્યું કે, "હું હજી પણ મારી લાગણીઓને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છું. તમે જ તે છો જેણે મને પ્રેમમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું."