મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાહપૂતની આત્મહત્યાએ સહુકોઈને ચોંકાવ્યા હતા. તેની નજીકનાઓ હજુ પણ તેના જવાની વાત જાણે સ્વીકારી શક્તા નથી તેવી હાલત છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અમિત શાહને સોશિયલ મીડિયા પર માગ કરી છે. તેણે કહ્યું કે, સર હું સુશાંતની ગર્લફ્રેન્ડ છું.

સુશાંતની આત્મહત્યા મામલે બધાને તેણે આ પગલું કેમ લીધું તેનું જવાબદાર કોણ કોણ છે તે અંગે સચોટ સત્ય જાણવું છે, બોલીવુડના ઘણા લોકો સામે આક્ષેપો થયા છે. આ અંગે જો સ્પષ્ટ તપાસ થાય તો કોઈ નક્કર નામો સામે આવે તેવી શક્યતાઓ હોવાથી રિયાએ અમિત શાહ સમક્ષ જે માગ કરી છે તેને લઈને બોલીવુડમાં ઘણાના પગ ઢીલા થઈ ગયા હશે.

રિયાએ લખ્યું છે કે, માનનીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગલ્ફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના દુનિયાથી ચાલ્યા ગયાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે, જો કે, ન્યાય માટે, હું આ બાબતે સીબીઆઈ તપાસ શરૂ કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરું છું. હું ફક્ત તે જાણવા માંગુ છું કે તેના પર એવું કયુ દબાણ હતું જેના કારણે સુશાંતે આવું પગલું ભર્યું. ઉલ્લેખનીય છે કે, રિયાએ હાલમાં એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો કે જેમાં તેને હત્યા અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. રિયાએ તે ટ્રોલરને જવાબ આપ્યો હતો કે, આવું કૃત્ય કોઈપણ કિંમતે સહન કરી નહીં લંઉ.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મુંબઈના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે બોલિવૂડની મોટી મોટી કંપનીઓ દુબઈના ડોનને મળીને આ મામલે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકોના વિશ્વાસ માટે આ મામલામાં સીબીઆઈ તપાસ થવી જોઇએ તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પપ્પુ યાદવે પણ અમિત શાહ પાસે આ કેસમાં સીબીઆઈની તપાસ થાય તેવી માગણી કરી હતી. તેમની અરજીને આગળ પણ મોકલવામાં આવી છે.