મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ પહેલા સોશ્યલ મીડિયા ફક્ત એક પ્લેટફોર્મ હતું જ્યાં લોકો સોશ્યલી કનેક્ટ રહેતા હતા. હવે આ પ્લેટફોર્મ કમાણીનું પણ એક સાધન બની ગયું છે. ટીવી અને ન્યૂઝ પેપર ઉપરાંત હવે સોશ્યલ મીડિયા પર જાહેરાત ઝડપથી થઈ રહી છે. મોટી મોટી કંપનીઓ સેલેબ્રિટીઝને નાણાં આપીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાવવા લાગી છે. તે માટે સેલેબ્રિટીને જંગી રૂપિયા પણ અપાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાથી સેલેબ્રિટીઝની કમાણીનો અંદાજ પણ આપ તે વાતથી લગાવી શકો છો કે ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કરવા માટે પ્રિયંકા ચોપરા રૂ. ૧.૮ કરોડ લે છે. તેનો દાવો એક એજન્સીના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

ખરેખર બ્રિટનની સોશ્યલ મીડિયા મેનેજમેન્ટ કંપની હૂપર એચક્યૂએ ૨૦૧૯ ઈંસ્ટાગ્રામ રિચ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં બોલીવુડની અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને જગ્યા મળી છે. હૂપર એચક્યૂ દ્વારા જાહેર લીસ્ટમાં ઈંસ્ટાગ્રામથી કમાણીના મામલામાં સૌથી ઉપર મોડલ અને બિઝનેસ વૂમન કાઈલી જેનર છે. આપને જણાવી દઈએ કે કાયલી રિયાલિટી ટીવી સ્ટાર કિમ, કોલ અને કર્ટની કાર્દશિયનની પિતરાઈ બહેન છે. વર્ષ ૨૦૧૯માં ફોર્બસ દ્વારા જાહેર યંગેસ્ટ સેલ્ફ બેડ બિલિયનેરની લિસ્ટમાં કાયલીનું નામ છે.

હૂપર એચક્યૂની રિપોર્ટમાં દાવો કરાયો છે કે પ્રિયંકા ચોપરા ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે રૂ. ૧.૮૭ કરોડ લે છે. આપને જણાવી દઈએ કે પ્રિયંકાના ૪ કરોડ ૩૦ લાખ ફોલોઅર્સ છે અને આ વર્ષે જ તેને મોસ્ટ ફોલો અકાઉન્ટનો એવોર્ડ પણ મળ્યો છે. જોકે પ્રિયંકા ચોપરાએ આ રિપોર્ટ પર હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

ત્યાં રિપોર્ટમાં વિરાટ કોહલીની પણ કમાણીની જાણકારી અપાઈ છે જેના મુજબ વિરાટ કોહલી ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના માટે રૂ. ૧.૩૫ કરોડ લે છે. વિરાટને આ વર્ષે જ એન્ગેજ્ડ એકાઉન્ટ ઓફ દ ઈયરનો એવોર્ડ મળ્યો છે. વિરાટ કોહલીએ પણ આ રિપોર્ટને લીને હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. તેવામાં આ રિપોર્ટની ખરાઈ પર ભરોસો કરવો મુશ્કેલ છે.