પ્રશાંત દયાળ, મેરાન્યૂઝ, અમદાવાદ: આપણે જે માની છીએ, અથવા આપણને જે સત્ય લાગે છે તે કહેવાનો આપણને પુરો અધિકાર છે, પણ ક્રમશ જેટલી પણ સરકારોએ કેન્દ્રમાં અને રાજયોમાં સત્તા ભોગવી તેમની માનસીકતાને કારણે આપણે બહુમતી લોકો તેવુ માનતા થઈ ગયા છીએ કે જયાં સુધી આપણે રસ્તા ઉપર મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીશુ નહીં ત્યાં સુધી સરકાર આપણી નોંધ પણ  લેતી નથી, જેના કારણે   વિવિધ રાજયોમાં અનેક માગણીઓને લઈ હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા હોવાના આપણી પાસે અસંખ્ય દાખલા છે, જો  લોકો રસ્તા ઉપર ઉતરી આવે તે પહેલા સંબંધી સત્તા મંડળો સામે  તે અંગે મૌખીક ને લખિત  રજુઆતો પણ થાય છે પણ સરકારને પણ આદત પડી છે કે તમે રસ્તા ઉપર આવશો નહીં ત્યાં સુધી અમે તમારી સાથે વાટાઘાટો કરીશુ નહીં, હમણાં આવુ જ કઈક દેશની રાજધાની દિલ્હી  અને દેશના નાના મોટા શહેરોમાં થઈ રહ્યુ છે.

રેલી કાઢવાનો ધરણા અને પ્રદર્શન કરવાનો તમામ ધર્મ-વર્ગ-જાત અને સમુદાયન અધિકાર છે પણ પણ જાણે આપણે મંત્રણા અને ચર્ચામાંથી ભરોસો ઉઠો જઈ રહ્યો છે તેવુ લાગે છે તે માટે કોઈ એક ધર્મ અને સમુદાય જવાબદાર નથી બધી જગ્યાએ આવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે જે સાથે નથી તે સામે છે તેવુ આપણે માની લીધુ છે જેના કારણે આપણી વાત મનાવવા માટ હવે હિંંસાનોોો સહારો લેવા લાગ્યા છીએ, કોઈ પણ વ્યકિત  જયારે હિંસાનો સહારો લે છે ત્યારે તેની સાચી વાત પણ ખોટી સાબીત થાય છે કારણ ગમે એટલુ સાચુ હોય પણ જયારે હિંસાની ભાષા શરૂ થાય ત્યારે તેને કોઈ પણ હિસાબે સહન કરી શકાય નહીં, એનસીઆર અને સીએએના મુદ્દે પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તેવી જ રીતે તેના સમર્થનમાં પણ લોકો રસ્તા ઉપર છે આ બંન્ને ભીન્ન મતના લોકોને પોતાની વાત રજુ કરવાનો પુરો અધિકાર છે પણ કોઈ પણ મત માનનાર જયારે હિંસાનો ઉત્તર માની બેસે તે હરગીજ ચલાવી શકાય નહીં,

આપણે ત્યાં સૌથી પહેલા જયારે આપણે હિંસાનો સહારો લઈએ છીએ ત્યારે સૌથી પહેલા સરકારી મિલ્કતોને નુકશાન પહોંચાડીએ, બસ સળગાવી, સરકારી ઈમારો તોડી નાખીએ, રસ્તા જામ કરી દઈએ આપણે ભુલી જઈએ છીએ કે જે બસમાં આપણેને આપણે  જ  ફરીએ છીએ, જેમાં કોઈ મંત્રી કે કલેકટર બેસતા નથી અને આપણા ટેકસના પૈસામાંથી બસ ખરીદી છે તો પણ આપણે તેને તેમ સળગાવીએ છીએ, ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના તોફાનો થયા સરકારે ફરમાન કર્યુ કે તોફાન કરનાર પાસેથી નુકશાની વસુલ કરવામાં આવશે, તેવી જ રીતે થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવી જ ઘટના થઈ તેમાં પણ ફરમાન થયુ કે સરકારી નુકશાન આરોપીઓ પાસેથી વસુલ કરવામાં આવશે, આ નિર્ણય ઉત્તમ છે તેમાં કોઈ બેમત નથી જે મારા અને તમારા ખીસ્સામાંથી ગયેલા પૈસાને નુકશાન કરે તેની સાથે આ જ વ્યવહાર થવો જોઈએ પછી આરોપી મુસ્લિમ હોય તો પણ ભલે અને હિન્દુ હોય તો પણ ભલે.

પણ કમનસીબે તેવુ થતુ નથી, પ્રજા તો ઠીક શાસનકર્તા પણ આરોપીના કઠેડામાં હિન્દુ છે કે મુસ્લિમ તે જોઈ ન્યાયની વાત કરે ત્યારે મનમાં આ ખટકે છે બંધારણીય આપણે બીનસાપ્રદાઈક રાષ્ટ છીએ પણ આપણા મનમાં ભારોભાર સંપ્રદાય વળગેલો છે  જેના કારણે તંત્રનો વ્યવહાર જાણે ભારત હિન્દુ રાષ્ટ્ર તેવો થઈ જાય છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ અનેક આંદોલન થયો, જે ભાજપ સરકારની સામેના હતા , અને તે આંદોલનકારીઓએ પણ સરકારી મિલ્કતને કરોડોમાં નુકશાન પહોંચાડયુ પણ ત્યારે આપણે તેમની પાસેથી નુકશાની વસુલ કરવાની વાત કરતા નથી કારણ તેો ભાજપની સામે હોવા છતાં હિન્દુઓ છે, જયારે એનસીઆરનો વિરોધ કરનાર ભારતની સામે આંદોલન કરતા નથી તેઓ કેન્દ્રની ભાજપ સરકારે લીધેલા નિર્ણયનો વિરોધ કરે છે અને તેમણે પણ સરકારી મિલ્કતોને નુકશાન પહોંચાડયુ ત્યારે પણ તેમની પાસે નુકશાની વસુલ કરવાની વાત કરીએ કારણ તોફાની મુસ્લિમ છે અથવા હિન્દુ હોય તો પણ તેઓ મુસ્લિમના સમર્થનની વાત કરે છે

ન્યાયના ત્રાજવા અલગ હોઈ શકે નહીં, 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન પણ હિંસક બન્યુ 660 સરકારી વાહનો, 1822 સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી, એક એસપી ઓફિસ, એક સીપી ઓફિસ, પાંચ  પોલીસ સ્ટેશન, 37 પોલીસ ચોકી,, પાંચ આઉટ પોસ્ટને પણ નિશાન બનાવી, 139 એસટી બસો સળગાવી દેવામાં આવી, 105 ટ્રેન રદ કરવી પડી અને અને 30 ટ્રેન ડાયવર્ટ કરવી પડી 18 એમપી એમએલએના ઘર અને ઓફિસને તોડી નાખવામાં આવ્યા આવ્યા હતા,  તોફાનો કાબુમાં લેવા પોલીસ 395 રાઉન્ડ ગોળી ચલાવી,  2364 ટીયર ગેસ સેલ છોડયા, આઠ પોલીસવાળા માર્યા ગયા અને 295 એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, આ આંકડા એટલા માટે  રજુ કરુ છુ કે તોફાનની વિકરાળનો અણસાર આવે, આમ છતાં ગુજરાતની ભાજપ સરકારે નુકશાન વસુલ કરવાની વાત કરી નહીં, રાજયમાં એકસો કરોડ કરતા વધુ સરકારી મિલ્કતોને નુકશાન થયુ હતું પણ પાટીદાર હિન્દુ હોવાને કારણે ન્યાયનું ત્રાજવુ બદલાઈ ગયુ હતું, એનસીઆરનો વિરોધ કરનાર હિંસા આચરે અથવા પાટીદાર આંદોલનકારી ન્યાય સરખો થવો જોઈ પણ તેવુ થતુ નથી 2017માં વિધાનસભાની ચુંટણી સામે આવી તો ભાજપ સરકારે હિન્દુ મતો માટે પોલીસ કેસ પણ પાછા ખેંચી લીધા આમ તંત્ર જયારે ન્યાય હિન્દુ મુસ્લીમના આધારે કરે તે સ્થિતિ સારી નિશાની નથી.