મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેવા તળે દબાયેલી કંપની રિલાયન્સ કમ્યુનિકેશનના શેરોમાં સોમવારે મોટી પડાવ આવ્યો. કંપનીના શેર 50 ટકા તૂટીને રેકોર્ડ નિચલા સ્થાન પર પહોંચી ગઈ છે. સંપત્તિઓના વેચાણમાં અસફળ રહેવા પર રિલાયન્સે એનસીએલટીમાં ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સીની અરજી ફાઈલ કરી દેવાનો નિર્ણય કર્યો તો બીજી તરફ ટેલીકોમ ઈક્વિપ્મેન્ટ કંપની એરિક્શન સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આરકોમના ચેરમેન અનિલ અંબાણીની તમામ ખાનગી સંપત્તિ પર દાવો કરવા જઈ રહી છે.

અનિલ અંબાણીના નેતૃત્વની કંપનીના નિદેશક મંડળએ શુક્રવારે દેવા પુર્ણ કરવાની યોજનાની સમીક્ષા કરી. નિદેશક મંડળને જાણકારી મળી કે 18 મહિના વિત્યા બાદ પણ સંપત્તિઓને વેચવાની યોજનાઓથી લેણદારોને હજુ સુધી કાંઈ મળી શક્યું નથી. નિવેદનમાં કહેવાયું હતું કે, આ આધાર પર નિદેશક મંડળે નક્કી કર્યું કે કંપની એનસીએલટી મુંબઈ દ્વારા જલદી સમાધાનનો વિકલ્પ નિર્ધાર કરશે. નિદેશક મંડળનું માનવું છે કે આ પગલું પણ સંબંધિત પક્ષોના હિતમાં હશે.

મોટા ભાઈ મુકેશ અંબાણીની નવી કંપની રિલાયન્સ જીઓની એન્ટ્રીથી ટોલિકોમ સેક્ટરમાં આવેલા ભૂકંપને કારણે આરકોમનો વાયરલેસ બિઝનેસ ઠપ થઈ ગયો. માર્ચ 2017 સુધી આ પર બેન્કોની 7 અબજ ડોલર રકમ બાકી છે.

આરકોમના શેરોમાં સોમવારે સવારે 54.3 ટકા પડાવ આવ્યો અને એક શેરની કિંમત 5.3 રૂપિયા સુધી રહી ગઈ. શુક્રવારે બજાર બંધ થવા સુધી એક આરકોમના શેર ભાવ 19.4 ટકા તૂટી ચુક્યા છે. બિઝનેસની શરૂઆતના પહેલા 45 મિનિટમાં આરકોમના 12 કરોડ શેર રોકાણકારોએ વેચી નાખ્યા હતા. 12:15 પર કેટલોક સુધારો આવ્યો અને સેન્સેક્સ તથા નિફ્ટી પર કંપનીના શેર અંદાજીત 36 ટકા પડ્યા હતા.

સૂત્રોએ કહ્યું કે, એરિક્શને સેટલમેન્ટ સુધી 550 કરોડની રકમની રિકવરીની યોજના બનાવી દીધી છે. આ મામલામાં જાણકાર સૂત્રએ એક વેબસાઈટને કહ્યું કે, કંપની અનીલ અંબાણીની ખાનગી સંપત્તી જપ્ત કરવાની અપીલ કરશે. તે સમાચાર અંગે ઈટીએ પુછેલા સવાલોના એરિક્શને જવાબ આપ્યો ન હતો.