મેરાન્યૂઝ નેટવર્ક.છપરાઃ બિહારના છપરાથી એક એવી ઘટનાની માહિતી સામે આવી છે જેમાં એક વ્યક્તિ અજય દેવગણ, એશ્વર્યા રાય અને સલમાન ખાન અભિનિત હમ દિલ દે ચુકે સનમ ફિલ્મની સ્ટોરીની જેમ પત્ની જેને પ્રેમ કરતી હતી તે પ્રેમી સાથે તેને ખુશી ખુશી પરણાવી દીધી. આ લવ સ્ટોરી હિન્દી ફિલ્મના પ્લોટ સાથે મળતી હોવાને કારણે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહી છે. આ ફિલ્મમાં જ્યાં પતિ અજય દેવગણ એશ્વર્યાને તેના પ્રેમી સલમાન સાથે મળાવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે છે. અહીં લગ્ન પછી મહિલાને બીજા સાથે પ્રેમ થઈ જતાં પતિએ જ તેના લગ્ન કરાવી આપ્યા હતા. (વાયરલ થયેલો વીડિયો અહીં અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

છપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલો છપરાના વોર્ડ નંબર 45 સ્થિત ઘેઘટા ગામનો છે. માહિતી મુજબ લગ્ન થયેલી મહિલાને થોડા સમય પહેલા એક વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. જે પછી તેની અને તેના પતિ વચ્ચે જામતું ન્હોતું. બાદમાં જ્યારે મહિલાના માથેથી પ્રેમનું ભૂત ન ઉતરતાં પતિએ તે બંનેના લગ્ન કરાવી દીધા.

માહિતી અનુસાર મહિલા અને તેના પતિ વચ્ચે પણ લવ મેરેજ જ હતા પરંતુ બાદમાં મહિલાને કોઈ બીજા જોડે પ્રેમ થઈ ગયો. મહિલાએ પોતાના પતિ પર મારપીટનો પણ આરોપ લગાવતા કહ્યું કે લગ્ન પછી પતિ તેની સાથે મારપીટ કરતો હતો. જે પછી મેં આ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. મહિલાનું કહેવું છે કે આ લગ્ન પોતાની મરજીથી કરે છે અને પોતાની દીકરી કે જે તેને પહેલા પતિ સાથે હતી તેને હવે સારી રીતે મોટી કરશે.

Advertisement


 

 

 

 

 

બીજી બાજુ મહિલાના પતિએ કહ્યું કે, તેણે પત્નીના પ્રેમ માટે પોતાના પ્રેમની કુરબાની આપી દીધી અને ખુદ પોતાના હાથે જ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા. મહિલાના નવા પતિનું કહેવું છે કે, અમારા બંને વચ્ચે છ મહિનાથી અફેયર ચાલી રહ્યું હતું અને મેં હસી ખુશીથી લગ્ન કર્યા.