હેમિલ પરમાર (મેરાન્યૂઝ.ગાંધીનગર): કોરોના મહામારી વચ્ચે મોદી સરકાર ની તિજોરીમાં આવક નો ઘરખમ વધારો થયો , જીએસટી ટેક્સ થી એપ્રિલ ૨૦૨૧ માં કુલ  ૧,૪૧,૩૮૪ કરોડ રૂપિયા આવક નો રોકોડૅ  બ્રેક સપાટી પર  આંકડો પહોંચ્યો.એપ્રિલ ૨૦૨૧ મહિનામાં પાછળના માર્ચ 2021માં મહિનાથી ૧૪ ટકા જીએસટી આવકમાં વધારો નોંધાયો. છેલ્લા એક - બે વર્ષથી  વેપારીઓ પાસેથી સરકારને બાકી લેણાં વસૂવામા આવ્યો હોવાથી જીએસટીની આવકમાં વધારો થયો છે.

કેન્દ્ર સરકાર ની તિજોરીમાં એપ્રિલ 2021 માં  કુલ GST - ૧,૪૧,૩૮૪ કરોડ માં  CGST - ૨૭,૮૩૭ કરોડ રૂપિયા,  SGST - ૩૫,૬૨૧  કરોડ રૂપિયા , IGST - ૬૮,૪૮૧ કરોડ રૂપિયા (વસ્તુઓની આયાત કરથી  - ૨૯૫૯૯ કરોડ રૂપિયા ) ની આવક નો આંક હાઈ લેવલ ઉપર સ્તરે પહોંચ્યો છે.


 

 

 

 

 

પ્રોફેસર હેમંતકુમાર શાહ (અર્થશાસ્ત્રી) ના જણાવ્યા મુજબ ," છેલ્લા એક-બે વર્ષથી જેમની પાસે સરકારનું  લેણું હતું એવા વેપારીઓ , ઉદ્યોગપતિઓ પાસેથી જીએસટી વસૂલ કરવામાં આવ્યો છે , માટે જીએસટી ની આવક વધી છે. ઔધોગિક , વેપાર પ્રવૃત્તિ ને પરીણામે આવક વધી નથી. કારણ કે તેમાં મંદી છે."

છેલ્લા સાત મહિના થી એક લાખ કરોડ થી વધુ  જીએસટી આવકથી કેન્દ્ર સરકાર ની  તિજોરી છલકાઈ. કોરોના ની બીજી લહેર દેશમાં ચાલી રહી છે તેમ છતાં પણ સરકારની આવકમાં વધારો નોંધાયો અને દેશ માં આર્થિક રીતે સુધારો થઇ રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.