મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં લગભગ 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે રાજકોટમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને આજે સોમવારે બપોરે બાદ માત્ર બે કલાકમાં બે ઈંચ ખાબકતા મોસમનો કુલ વરસાદ 56 ઈંચ પર પહોંચતા 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મહાપાલિકાના 1950થી અત્યાર સુધીના સત્તાવાર રેકોર્ડ મુજબ વર્ષ 2010 માં સૌથી વધુ 55.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે ચાલુ વર્ષનો વરસાદ 56 ઈંચને પાર થતા 70 વર્ષનો રેકોર્ડ તૂટયો છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જેને પગલે જિલ્લાભરના ડેમો, નદીઓ અને તળાવો છલકાઈ ચુક્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્તોત્ર આજીડેમ અને ન્યારી ડેમ પણ ઓવરફ્લો થઈ જતા જળસંકટ ટળ્યું છે.