મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ હીરો હંમેશા પુરુષ જ હોય તેવું જરૂરી નથી. શિ એટલે કે તેણી પણ હિરો હોય છે બસ આપણી સામે તેનું એ સ્વરુપ ક્યારેક દર્શન આપે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આપણને એક મહિલા હીરોની જેમ બીજા એકની મદદ કરે છે. આ વીડિયો બોલીવુડ સ્ટાર રિતેષ દેશમુખએ શેર કર્યો છે. જે વીડિયોમાં એક મહિલા દિવ્યાંગ વ્યક્તિની મદદ કરવા માટે બસની પાછળ દોડીને તેને રોકાવે છે અને પછી એક દિવ્યાંગ વ્યક્તિને પોતાની સાથે લઈને તેને બસમાં ચઢાવી દે છે.

મહિલાને તેની આ કામગીરી પર સોશિયલ મીડિયામાં જોરદાર સેલ્યૂટ્સ મળી રહી છે. રિતેશ દેશમુખએ પણ મહિલાનો વીડિયો શેર કરીને કહ્યું કે આપણે આમની જેવા બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ. મહિલા બસ પાછળ એક દિવ્યાંગ વ્યક્તિને મદદ કરવા માટે દોડતી હોય છે ન કે પોતાના માટે છે. બસ રોક્યા પછી, તે ઝડપથી વિકલાંગ વ્યક્તિની પાસે પહોંચે છે અને તેમને બસમાં ચઢવામાં મદદ કરે છે. વીડિયો શેર કરતી વખતે રિતેશ દેશમુખે મહિલાને સલામ પણ કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે, સાથે સાથે મહિલાની પ્રશંસા પણ કરી રહ્યા છે.